ખબર

અહીંયા ઓમિક્રોનનો મોટો ખતરો, 24 કલાકમાં જ 93,000 લોકો કોરોનામાં સપડાયા , આટલી થઇ મોત

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો દુનિયાભરમાં વધી રહ્યો છે, શનિવારે બ્રિટનમાં ઓમિક્રોનના 10,059 કેસ નોંધાયા હતા. તો ગત રોજ ઓમિક્રોનના કારણે બ્રિટનમાં ત્રણ લોકોના મોત થયા છે. શુક્રવારની સરખામણીમાં ગઈકાલે ઓમિક્રોનના કેસ ત્રણ ગણાથી વધુ છે. શુક્રવારે યુકેમાં ઓમિક્રોનના 3,201 કેસ નોંધાયા હતા. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) દ્વારા દૈનિક આંકડા બહાર પાડવામાં આવે છે. ઈંગ્લેન્ડમાં 9,427, ઉત્તરી આયર્લેન્ડમાં 514, સ્કોટલેન્ડમાં 96 અને વેલ્સમાં 22 કેસ નોંધાયા છે. આ સાથે જ યુકેમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 24,968 થઈ ગઈ છે. શુક્રવારે બ્રિટનમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના રેકોર્ડ 93,045 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ દૈનિક કેસ માનવામાં આવે છે.

નવા કેસોમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની સાથે ડેલ્ટાના કેસ પણ સામે આવી રહ્યા છે. સતત ત્રીજા દિવસે નવા કોવિડ-19 કેસની રેકોર્ડ સંખ્યા બાદ આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી ગઈ છે. સરકારી ડેટા અનુસાર યુનાઇટેડ કિંગડમમાં અત્યાર સુધીમાં કુલ 11.11 મિલિયનથી વધુ લોકો સંક્રમિત થયા છે.

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને ઓમિક્રોનના વધતા કેસને કારણે રસીકરણ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે ઝડપી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેની સાથે બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ઘણી ચિંતા છે. ઓમિક્રોને એક અઠવાડિયા પહેલા જે ચેતવણી આપી હતી તેની અસર હવે આપણને થવા લાગી છે.