3 ઈડિયટ્સનો ચતુર છે ગુજરાતનો જમાઈ, રાજુ રસ્તોગી સાથે ગુજરાતીમાં કરી એવી એવી વાત કે લોકો હસી હસીને વળી ગયા બઠ્ઠા… જુઓ વીડિયો

3 ઈડિયટ્સના રાજુ અને ચતુરે કરી ગુજરાતીમાં એવી એવી વાતો કે સાંભળીને દર્શકો પણ હસી હસીને પેટ પકડી લીધું… જુઓ વાયરલ થયો વીડિયો

3 ઈડિયટ્સ એક એવી ફિલ્મ હતી જેને લગભગ દરેક લોકોએ અવશ્ય જોઈ હશે. આ ફિલ્મમાં ઘણા બધા કલાકારો હતા અને દરેક કલાકારોએ દર્શકોનું ભરપૂર મનોરંજન પણ કર્યું હતું. ત્યારે આ ફિલ્મમાં એવું જ એક પાત્ર હતું ચતરૂનું. જેને પોતાના સંવાદોથી દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. સ્ટેજ પરથી એન્યુઅલ ડેના દિવસે આપેલી સ્પીચ તો આજે પણ લોકો યાદ કરે છે અને તેના પર ઘણા જોક્સ આજે પણ બને છે.

ચતુરનું આ પાત્ર નિભાવ્યું હતું અભિનેતા ઓમી વૈદ્યએ. તમને જાણીને નવાઈ લાગશે કે ઓમી ગુજરાતનો જમાઈ છે. તેની પત્ની ગુજરાતી છે અને તેનું નામ મીનલ પટેલ છે. મીનલ અને ઓમીએ 22 ઓગસ્ટ 2009ના રોજ સાત ફેરા ફર્યા હતા અને લગ્ન બાદ તેમને બે બાળકો પણ છે.

હાલ ઓમીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે 3 ઈડિયટ્સના રાજુ રસ્તોગી સાથે ગુજરાતીમાં વાતો કરતો જોવા મળે છે. 3 ઈડિયટ્સના રાજુ રસ્તોગી એટલે કે શર્મન જોશીની એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે “કોન્ગ્રેચ્યુલેશન” જેના પ્રોમો માટે ઓમી વૈદ્ય અને શર્મન જોશીએ આ વીડિયો બનાવ્યો હતો.

વીડિયોમાં શર્મન જોશી કહે છે કે “મારી સાથે છે 3 ઈડિયટ્સના ખુબ જ પ્રખ્યાત કલાકાર ઓમી વૈદ્ય. જેના બાદ શર્મન પોતાના નાક આગળ હાથ હલાવે છે, જેના બાદ ઓમી ગુજરાતીમાં કહે છે કે મને ગુજરાતી ખબર છે. જેના બાદ શર્મન કહે છે કે એમની વાઈફ ગુજરાતી છે. જેના બાદ ફની અંદાજમાં અને 3 ઈડિયટ્સની સ્ટાઇલમાં કહે છે, “મને ગુજરાત બહુ સરસ છે.”

જેના બાદ શર્મન જોશી કહે છે કે બીજી ફિલ્મમાં આપણે રેહાન ભાઈને કહીશું કે આપણને બંનેને એક ગુજરાતી ફિલ્મમાં કાસ્ટ કરે  અને એવી રીતે એડિટ કરે કે તું દેખાય જ નહિ પછી ફિલ્મમાં ખાલી હું જ દેખાઉં” જેમાં ઓમીને જાણે ગુજરાતી સમજ ના આવતું હોય તેમ હા હા કર્યા કરે છે. અને ફિલ્મમાં મૂકી દો એમ કહે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જેના બાદ ઓમી ગુજરાતી દર્શકોને કોન્ગ્રેચ્યુલેશન ફિલ્મ જોવા માટે જવાનું કહે છે. તમને જણાવી દઈએ કે કોન્ગ્રેચ્યુલેશન ફિલ્મ એક અલગ વાર્તા લઈને આવી રહી છે. જેમાં માનસી પારેખ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં શર્મન જોશીને પ્રેગ્નેટ બતાવવામાં આવે છે, જેના કારણે દર્શકો પણ આ ફિલ્મમાં શું ખાસ હશે એ જોવા માટે આતુર છે.

Niraj Patel