ગુજરાતી અભિનેત્રી ખુશી શાહના ઘરે ગુંજી કિલકારી, ઐતિહાસિક પીરિયડ ડ્રામા ‘નાયિકા દેવી’ની આ અભિનેત્રીના ઘરે બંધાયુ પારણુ

ગુજરાતી ઐતિહાસિક પીરિયડ ડ્રામા ‘નાયિકા દેવી’ની આ અભિનેત્રીના ઘરે બંધાયુ પારણુ, જાનકી બોડીવાલાએ પણ પાઠવી શુભકામના

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કોઇ સ્ટાર લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે તો કેટલાકના ઘરે કિલકારીઓ ગુંજી રહી છે. ત્યારે હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખુશખબર સામે આવી છે. ‘નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન’માં લીડ રોલ પ્લે કરનારી અભિનેત્રી ખુશી શાહ માતા બની ગઈ છે.

આ ખુશખબરીએ ખુશીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 19 નવેમ્બરના રોજ અભિનેત્રીએ પરિવાર અને મિત્રો સાથે મળી ડબલ સેલિબ્રેશન કર્યું હતું. કારણ કે તે દિવસે અભિનેત્રીનો 37મો જન્મદિવસ અને બેબી શાવર બંને હતુ. અભિનેત્રીએ ત્યારે જ તેની પ્રેગ્નેંસીની જાહેરાત પણ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં ખુશી શાહે લખ્યું હતું કે, આજે મારો બર્થ ડે છે અને આ ખાસ દિવસે હું મારી પ્રેગ્નેંસીની જાહેરાત કરી રહી છું. આ ઉપરાંત તેણે લખ્યુ- ખુશીઓ રસ્તામાં છે, હું તે તમામનો આભાર માનવા માગું છું જેઓ મારી જર્નીનો ભાગ રહ્યા છે. તેણે એવું પણ લખ્યુ હતુ કે તેણે દીકરી, બહેન, પત્ની અને વહુની ભૂમિકા અદા કરી છે અને હવે તે માં બનવા જઈ રહી છે.

આનાથી વધારે બીજી ખુશી કોઈ નથી. આ ભેટ આપવા માટે હું ભગવાનની આભારી છું. લવ યુ ઓલ. જય મા લક્ષ્મી’. ઉલ્લેખનીય છે કે, ખુશીએ પ્રોડ્યુસર ઉમેશ શર્મા સાથે લગ્ન કર્યા હતા અને હવે કપલ એક સુંદર દીકરાના પેરેન્ટ્સ પણ બની ગયા છે. ખુશીએ 1 માર્ચના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. આ ખુશી શેર કરતા તેણે જણાવ્યું કે શ્રીનાથજી અને મા લક્ષ્મીજીની અસીમ કૃપાથી અમારા ઘરે પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે.

જણાવી દઇએ કે, અભિનેત્રી ખુશી શાહ ‘નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન’માં દમદાર અભિનય કર્યો હતો. ત્યાં બોલિવૂડના પ્રખ્યાત કલાકાર ચંકી પાંડે પણ આ ફિલ્મમાં મોહમ્મદ ગૌરીના પાત્રમાં જોવા મળ્યા હતા. ફિલ્મનું ટ્રેલર જ્યારે સામે આવ્યુ ત્યારે તેણે ગુજરાતી દર્શકોમાં હલચલ મચાવી દીધી હતી. આ બહુપ્રતીક્ષિત ગુજરાતી પીરિયડ ડ્રામા ફિલ્મ 12મી સદીની વાર્તા કહે છે.

જેમાં ખુશી શાહને નિડર નાયિકા દેવી તરીકે અને ચંકી પાંડેને મોહમ્મદ ગૌરી તરીકે બતાવવામાં આવ્યા, રાનીના જીવનના દરેક પાસાઓને ઉજાગર કરવામાં આવ્યા. આ ડ્રામા ફિલ્મમાં ખુશી શાહનો નાયિકા દેવી તરીકેનો દમદાર અવતાર જોવા મળ્યો અને લોકોએ તેની ઘણી પ્રશંશા પણ કરી હતી.

Shah Jina