પહેલીવાર સામે આવ્યો પ્રિયંકા ચોપરાની રાજકુમારીનો ચહેરો, મમ્મીના ખોળામાં બેસી ક્યારેક હસતી તો ક્યારેક મસ્તી કરતી આવી નજર

10 વર્ષ નાના નિક જોડે પરણનાર દેશી પ્રિયંકાની લાડલીની પહેલીવાર તસવીરો આવી સામે, આ જોઈને ફેન્સ થયા ખુશખુશાલ….

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાના અભિનયના કૌશલ્યના દમ પર પોતાની એક અલગ ઓળખ બનાવનાર અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પ્રિયંકા ચોપરાએ એ કામ કર્યું છે, જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અભિનેત્રીએ તેની રાજકુમારી માલતી મેરી ચોપરા જોનાસનો ચહેરો આખરે સાર્વજનિક કરી દીધો છે. જે બાદ માલતી મેરી ચોપરા જોનાસની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે.

આ તસવીરોમાં માલતી મેરી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પ્રિયંકા ચોપરા અને માલતી મેરી ચોપરા જોનાસની જે તસવીરો સામે આવી છે તે તસવીરોમાં માલતી મેરી તેની માતા પ્રિયંકા ચોપરાના ખોળામાં જોવા મળી રહી છે. માલતી મેરીની તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કેટલીક તસવીરમાં તો માલતી મેરી ખૂબ જ ક્યૂટ પોઝ આપતી પણ જોવા મળી રહી છે. ચાહકો પ્રિયંકાની દીકરીની તસવીરો અને વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

પ્રિયંકા ચોપરાએ તેની પ્રિય પુત્રીનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જેમાં માલતી તેની માતાના ખોળામાં મસ્તી કરતી જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરા તાજેતરમાં લોસ એન્જલસમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે હતી, જ્યાં પતિ નિક જોનાસ તેના ભાઈઓ સાથે સ્ટેજ પર જોવા મળ્યો હતો. ત્રણેય ભાઈઓ સ્ટેજની સામે હતા અને પ્રિયંકા ચોપરા તેની પુત્રી સાથે પ્રથમ રોમાં બેઠી હતી.

આ સમગ્ર ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની પુત્રી માલતી મેરીએ આખી લાઈમલાઈટ ચોરી લીધી હતી. પ્રિયંકાએ એકસાથે બે પોસ્ટ કરી, જેમાં પહેલી પોસ્ટમાં ઈવેન્ટની તસવીર છે અને બીજી પોસ્ટમાં દીકરીનો વીડિયો છે. પ્રિયંકાના ફેન્સ આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું કે તમારી દીકરી પતિની કોપી છે. તસવીર અને વીડિયો સામે આવતા બધાની નજર માલતી મેરી પર જ ટકી ગઇ છે.

માલતી મેરીના આ ક્યૂટ ફોટોઝને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક તસવીરમાં માલતી મેરી તેની માતા પ્રિયંકા ચોપરાના ચશ્મા પહેરતી જોવા મળે છે. માલતી મેરી ચોપરા જોનાસની ક્યૂટનેસે ચાહકોનું દિલ જીતી લીધું છે. માલતી મેરી ચોપરા જોનાસની આ તસવીરો ફેન્સ ખૂબ જ શેર કરી રહ્યાં છે, જેને લઇને તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 1 અને 2 ડિસેમ્બર 2018ના રોજ હિંદુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવી હતી.

ગયા વર્ષે જાન્યુઆરીમાં પ્રિયંકા અને નિક સરોગસી દ્વારા માલતીના માતા-પિતા બન્યા હતા. જો કે આ પહેલા પ્રિયંકાની દીકરીનો ચહેરો ક્યારેય સોશિયલ મીડિયા પર જોવા મળ્યો ન હતો. હાલમાં જ માલતીનો પહેલો જન્મદિવસ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવ્યો હતો અને હવે પહેલીવાર તેનો ચહેરો પણ ચાહકોને જોવા મળ્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા હવે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ‘ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ અને સિરિઝ ‘સિટાડેલ’માં જોવા મળશે.

રુસો બ્રધર્સ સિટાડેલ OTT પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આગામી સાયન્સ-ફિક્શન ડ્રામા સિરીઝનું નિર્દેશન પેટ્રિક મોર્ગન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમાં પ્રિયંકાની સાથે રિચર્ડ મેડન પણ જોવા મળશે. બોલિવૂડ પ્રોજેકટની વાત કરીએ તો તે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’માં જોવા મળશે. ફરહાન અખ્તર અગાઉ કેટરિના સાથે ‘દિલ ચાહતા હૈ’ અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ જેવી હિટ ફિલ્મો કરી ચૂક્યો છે.

Shah Jina