રસોઈ

ભજીયા ના ચાહકો માટે હવે ખુશ ખબર, આજે જ બનાવો તેલ વગર ભજીયા .. ચોંકી ગયા ને? વાંચો લેખ

આજે દરેક કોઈ લોકો વધતા જતા મોટાપા ને લીધે ચિંતિત છે. જેનું કારણ છે બહારનું મસાલેદાર ને તૈલી ભોજન. જો કે અમે તમને કહીયે કે તેલ વગર નું અને સ્વાદિષ્ટ ભોજન તમને મળી જાય તો? આજે અમે તમારા માટે એવી જ એક વાનગી લઈને આવ્યા છીએ જેમાં તેલ નો બિલકુલ પણ ઉપિયોગ કરવામાં નથી આવતો છતાં પણ તે એકદમ સ્વાદિષ્ટ બને છે. તમે ભજીયા તો ચોક્કસ ખાધા હશે પણ તેલ વગરના ભજીયા ક્યારેય પણ ખાધા નહીં હોય.

આજે અમે તમારા માટે સ્વાદિષ્ટ તેલ વગરના ભજીયા ની રેસિપી લઈને આવ્યા છીએ. જેને એક વાર બનાવશો તો તમને વરંવાર બનાવવાનું મન થાશે.

ભજીયા બનાવા માટેની સામગ્રી:

ચણાનો લોટ, એક કપ સુધારેલું ડુંગળી, એક કપ સુધારેલા બટેટા,

લીલા ધાણા સુધારેલા, એક-બે લીલા મરચા સુધારેલા, અળધી ચમચી હળદર,

અળધી ચમચી લાલ મરચા નો પાઉડર, અળધી ચમચી ગરમ મસાલો,

અળધી ચમચી ધાણા-જીરું પાઉડર, ચપટી એક હિંગ, મીઠું સ્વાદ અનુસાર

ભજીયા બનાવવા માટે ની રીત:

સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો અને તેમાં સુધારેલા બટેટા, ડુંગળી, ધાણા અને લીલા મરચા ને મિક્સ કરો, ત્યાર પછી તેમાં ઉપર મુજબના દરેક મસાલા ને મિક્સ કરો, ધ્યાન રાખો કે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું રહેશે. આ બધી ચીજો ને મિક્સ કરીને પાણી ઉમેરતા રહો અને યોગ્ય મિશ્રણ બનાવો. ધ્યાન રાખો કે મિશ્રણ વધારે જાડું કે પાતળું ના હોવું જોઈએ નહિ તો ભજીયા યોગ્ય રીતે નહિ બને.

હવે એક કડાઈ લો અને તેને ગેસ પર મુકો. આ કડાઈ માં તમારે તેલ ની જગ્યાએ બે કપ પાણી લેવાનું છે અને પાણી ને ઉકળવા મૂકી દો. પાણી ઉકળી જાય પછી તેમાં બનાવેલા મિશ્રણ ના ભજીયા મુકો, એવી જ રીતે જેવી રીતે તમે તેલ માં ભજીયા બનાવો છો. ધ્યાન રાખો કે ભજીયા પાણી માં મુક્તી વખતે તે તૂટી કે વિખેરાઈ ના જાય. હવે મીડીયમ ગેસ પર તેને પકાવો.

તમારા હેલ્દી અને સ્વાદિષ્ટ ભજીયા બનીને તૈયાર છે. તમે તેને ટમેટો સોસ કે પછી તમારી મનપસંદ ચટણી સાથે ખાઈ શકો છો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.