આ ટ્રિકથી તમે જાણી શકો છો કે તમારા પાર્ટનરનું ઓફિસમાં કોઈની સાથે અફેર છે નહિ, જાણો…

તમારી પત્ની કે પતિનું લફડું ચાલે છે? આ રીતે ચુપકેથી ખબર પડી જશે…જાણો

એક સર્વે અનુસાર ઓફિસમાં કામ કરવા વાળા 65 ટકા લોકોને તેમના જીવનસાથી સિવાય બીજા સાથે અફેર જરૂર હોય છે. રિલેશનશિપ એક્સપર્ટ નીલ વિલ્કીનું કહેવું છે કે એવું તમારી સાથે પણ થયું હશે કે પછી તમારી આજુ બાજુની ઓફિસમાં જોયું હશે. નીલનાં પ્રમાણે પાર્ટનરને ઓફિસમાં કામ કરવાની રીતથી તમે જાણી શકો છો કે તેનું કોઈની સાથે અફેર છે કે નહિ.

‘ધ સન’માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર રિલેશનશિપ એક્સપર્ટ નીલ વિલ્કીનું કહેવું છે કે જો તમારો પાર્ટનર ઓફિસ ટાઈમ કરતા વધારે સમય ઓફિસમાં રોકાય છે અને રજાના દિવસોમાં પણ ઓફિસમાં કામ કરવા માટે જાય છે તો તેની મોટી સંભાવના છે કે તમારો જીવનસાથી બીજા કોઈને પણ પ્રેમ કરતો હોય. તે તમને દગો આપી રહ્યો હોય.

ઓફિસમાં અફેર થવા પર તમારો પાર્ટનર તમારી સાથે સમય વિતાવવા કરતા સામાજિક કાર્યોમાં વધારે રસ રાખે છે. તે તમને ઘરે મૂકીને અને તે ઘરની બહાર રહેવાનું વધારે પસંદ કરે છે. તે બધા સામાજિક કાર્યોમાં ભાગ લેવા જરૂર જશે પરંતુ તમને મહત્વ આપશે નહિ અને તમને કયારેય ત્યાં બોલાવશે પણ નહિ.

જો તમારો પાર્ટનર તેનો ફોન તમારાથી છુપાવીને રાખે છે અને તેનો ફોન તમને આપતો નથી નથી આપતો તો ચોક્કસ એ તમારાથી કંઈક છુપાવી રહ્યો છે. હોઈ શકે કે ઓફિસમાં તેનું અફેર હોય. જો તમારો પાર્ટનર તમને ઘરે મૂકીને એકલો વેકેશન પર જાય કે પછી ઓફિસના લોકો સાથે ટ્રિપ કે પિકનિક પર જાય છે તો તેની સંભાવના વધારે છે કે તેનું ઓફિસમાં કોઈની સાથે અફેર હોય.

લોકો તેમના જીવનસાથીની બધી આદતો જાણતા હોય છે જેમકે પાર્ટનરને શું પસંદ હોય શું પસંદ ના હોય, તેમનો વ્યવહાર, તેમનું બોલવાનું પણ જો તમારી સાથે બદલાઈ જાય તો ચોક્કસ તેનું અફેર હોઈ શકે છે.  જો તમારો પાર્ટનર અચાનક ઓફિસના કામમાં વધારે રસ દેખાડવા લાગે તો તમારે સમજી જવાનું કે કંઈક ગડબડ છે, કેમકે તે ખાલી દેખાડવા માંગે છે કે ઓફિસમાં કામ વધારે છે પરંતુ રિયલમાં કંઈક બીજું હોય છે.

Patel Meet