વાયરલ

સમુદ્રની અંદરથી મળ્યો એવો એલિયન જેવો દેખનારો જીવ કે જોઈને લોકો પણ છે હેરાન, જુઓ વીડિયો

સમુદ્રની અંદરથી ઘણીવાર એવી એવી વસ્તુઓ અને એવા એવા જીવ નીકળે છે જેને જોઈને સામાન્ય માણસ જ નહીં વિજ્ઞાન પણ હેરાન રહી જાય છે, હાલ કંઈક આવું જ અલાસ્કામાં બન્યું છે, જ્યાં એક એવો જીવ સમુદ્રમાંથી નીકળ્યો છે જે આજે ચર્ચાનો વિષય બન્યો છે.

અલાસ્કાના પ્રિન્સ ઓફ વેલ્સ દ્વીપના સમુદ્રી તટ ઉપર સારાહ નામની એક મહિલાએ એક અજીબો ગરીબ જીવનો વીડિયો બનાવ્યો છે. સરાહના જણાવ્યા પ્રમાણે અજીબ દેખાવવા વાળા આ જીવનું નામ બાસ્કે સ્ટાર છે. સારાહે એ વાતનો પણ ખુલાશો કર્યો કે આ જીવનો વીડિયો બનાવ્યા બાદ તેને કોઈપણ જાતનું નુકશાન પહોંચાવ્યાં વગર તેને સમુદ્રમાં પાછો છોડી દીધો છે.

Image Source

આ જીવ નારંગી રંગનો છે અને તેનો આકાર પીપળાના ઝાડની મૂળીઓ જેવો છે. જે રીતે પીપળાના ઝાડના મૂળિયાં જમીનમાં ફેલાય છે તેમ જ આ જીવનપણ એવા પાતળા પાતળા અંગો છે. ઘણા લોકો આ જીવને જોઈને તે એલિયન હોવાનું પણ કહી રહ્યા છે.