ફિલ્મી દુનિયા

બેન્ક ઊઠવાને લીધે 100 ફિલ્મો-ટીવી શોમાં કામ કરનારી આ અભિનેત્રીએ ઘરેણાં વેચ્યા, સ્ટોરી વાંચીને તમને પણ દુઃખ થશે

PMC બેંકના ઘોટાળાએ તેને ગ્રાહકોની જિંદગીમાં ભૂકંપ લાવી દીધો છે. પોલિસ રિપોર્ટ અનુસાર બેંક 11 વર્ષમાં લગભગ 4300 કરોડથી વધારે રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે. આ બેન્કના ગોટાળાથી તેનાગ્રાહકોની જિંદગી બદલાઈ ગઈ છે. કેમ કે આ ગોટાળાને કારણે RBI એ ખાતાધારકોને  પૈસા નીકળવાની એક સીમા નક્કી કરી છે.

Image Source

આ ગોટાળાની અસર નાગરિકોની સાથે સાથે ટીવી અભિનેત્રી નુપુર અલંકાર પર પણ પડી છે. આ ગોટાળાને કારણે તેના જીવનમાં તુફાન આવી ગયું છે, નુપુરે પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાના દાગીના પણ વહેંચવાની નોબત આવી ગઈ છે. આ વાત નુપુરે ખુદ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી.

પોતાની તકલીફો જણાવતા નુપુરે કહ્યું કે, ‘ બધા જ એકાઉન્ટ ફ્રિઝ થવાને કારણે ઘરમાં પૈસા જ નથી તેથી મારા પાસે દાગીના વહેંચવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો. એટલું જ નહીં પણ મેં સાથી અભિનેતા પાસેથી પણ 3000 હજાર રૂપિયા ઉધાર લીધા છે. કોઈએ મને 500 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ ઉપરાંત મેં મારા મિત્રો પાસેથી 50000 હજાર રૂપિયા ઉધાર લીધા છે. હજી સુધી એ પણ ખબર નથી પડી કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે અને મને ડર પણ લાગે છે કે મારા આ પૈસા ખોવાઈ ન જાય.’

Image Source

તેને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હું મોટી તકલીફથી ગુજરી રહી છું. બીજી બેંકોમાં પણ મારા ખાતા છે પણ મેં તેમાંથી બધા જ પૈસા આ બેંકમાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા. મને શું ખબર હતી કે મારી અને મારા પરિવારની જમકુંજી બેંકમાં આવી રીતે ફસાઈ જશે. હું પૈસા વગર મારુ જીવન કેવી રીતે ગુજરી શકું?

શું મારે મારા ઘરને ગીરવી રાખવું જોઈએ? મારી મહેનતની કમાઈ પર આટલું રોકથામ કેમ? મેં ઈન્ક્મ ટેક્ક્ષ પણ ભર્યો છે તો મને આ વસ્તુથી કેમ ગુજારવું પડે છે. તેને આગળ જણાવ્યું કે મારુ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ કામ નથી કરી રહ્યા.’

Image Source

નૂપુર આગળ જણાવતા કહ્યું કે ‘સૌથી ખરાબ વસ્તુ તો એ છે કે હું કોઈ પણ લોને લેવાની સ્થિતિમાં નથી. મેં જે સમયે ટેલીકોલર્સને કહ્યું કે મારુ ખાતું PMCમાં છે તે તેને તરત જ મારો ફોન કાપી નાખ્યો.’ જણાવી દઈએ કે નૂપુર અલંકારે પોતાના કરિયરમાં “અગલે જન્મ મોહે બિટિયા હી કીજો” અને “ઘર કી લક્ષ્મી બેટીયાં” જેવી સિરિયલમાં કામ કરી ચુકી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.