મનોરંજન

નોરા ફતેહીએ ધાબા ઉપર ચઢીને સ્વિમિંગ પુલ પાસે ટૂંકા ટૂંકા કપડામાં કર્યો એવો ડાન્સ કે જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો

નોરા તો નોરા છે હો પણ…ડાન્સનો આ મુવ જોઈને ભાન ભૂલી રહ્યા છે ચાહકો, જુઓ ટૂંકી ચડ્ડીમાં કેવી ધૂમ મચાવી

બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી તેની શાનદાર અદાઓને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. નોરાના ડાન્સના પણ કરોડો લોકો દીવાના છે.

Image sourceતેના સોશિયલ મીડિયામાં નોરા અવાર નવાર પોતાની ગ્લેમરએસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે. હાલ નોરાનો એક એવો જ ડાન્સ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહેલા નોરાનો આ વીડિયો એક અંગ્રેજી ગીત “વન ડાન્સ” ઉપર જોવા મળી રહ્યો છે. જેમાં નોરા ખુબ જ હોટ અંદાજમાં પોતાના ડાન્સ મૂવ્સ બતાવી. રહી છે સોશિયલ મીડિયામાં પણ ચાહકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

નોરા ફતેહીએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. તેના ડાન્સના લોકો એ હદ સુધી દીવાના છે કે આ વીડિયો પોસ્ટ કર્યાના ગણતરીના સમયમાં જ આ વીડિયોને  લાખો લોકોએ જોઈ લીધો છે.

આ ઉપરાંત નોરાના ચાહકો આ વીડિયો ઉપર ભરપૂર કોમેન્ટ પણ કરતા નજર આવી રહ્યા છે. આ ડાન્સ વીડિયોની અંદર નોરા પિન્ક રંગની બિકીની ટોપ અને બ્લુ રંગના ડેનિમ શોર્ટમાં જોવા મળી રહી છે. તેના ખુલ્લા વાળ તેના લુકને વધારે સુંદર બનાવી રહ્યા છે. આ વીડિયો શેર કરવાની સાથે નોરાએ કેપશનમાં લખ્યું છે, “સમર ટાઈમ વાઈબ્સ…બેકઅપ એન્ડ વાઈન ઈટ”

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

ઉલ્લેખનીય છે કે નોરાએ પોતાના કેરિયરની શરૂઆત બિગબોસથી કરી હતી. જેના બાદ તેને ઘણા ગીતોમાં જોવામાં આવી. નોરાનું “દિલબર” સોન્ગ તો દુનિયાભરમાં ધમાલ મચાવી ગયું. નોરાના ફિલ્મી કેરિયર વિશે વાત કરીએ તો તે જલ્દી જ “ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં નજર આવવાની છે.