ખબર

BREAKING NEWS: ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થતા નીતિન પટેલે લીધો મોટો નિર્ણય- જાણો ફટાફટ

રાજ્યમાં કોરોનાની અતિગંભીર સ્થિતિને પગલે સરકાર પણ દોડતી થઈ છે. આરોગ્યમંત્રી નીતિન પટેલે આજે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દરરોજ 1.25 લાખ દર્દીઓ આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સારવાર માટેની વ્યવસ્થા કરવાાં આવી રહી છે. વીડિયો-કોન્ફરન્સ દ્વારા કલેકટર અને કમિશનર સાથે સતત ચર્ચાઓ ચાલી રહી છે. સુરતની મુલાકાત પણ લીધી હતી. જામનગર, વડોદરા, મોરબી તમામ જગ્યાઓ પર નજર રાખવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં કાર્યરત એસવીપી હૉસ્પિટલનાં તમામ 1000 બેડને કોરોનાની સારવાર માટે ફાળવી દેવાની સૂચના આપવામાં આવી છે. અત્યારસુધીમાં કુલ 500 બેડમાં જ આ દર્દીઓની સારવાર થઈ રહી હતી. રાજ્યમાં રેમડેસિવીરની અછત વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગઈકાલે રાજ્યમાં 35000 વાયા સરકાર અને 35000 વાયા પ્રાઇવેટ સ્ટોર એમ 70,000 ઇન્જેક્શન ઠલવાયા છે. રોજ કંપની સરકારને 35000 ઇન્જેક્શનનો સ્ટોક આપશે. સરકાર હૉસ્પિટલોને નહીં નફો નહીં નુકશાનના ધોરણ 800-900 રૂપિયાના ભાવે ઉપલબ્ધ કરાવશે.

પ્રતિકાત્મક તસવીર

આજે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને શહેરમાં કોરોના બેડ વધારવા માટે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સંક્રમણ વધતા તંત્રની આગમચેતી તૈયારી આરંભી દીધી છે. અમારે કોર ગ્રુપની બેઠકમાં દરરોજ કોરોના વિશે સમીક્ષા થાય છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે, ત્યારે કોરોના બેડની સૌથી મોટી અછતને પહોંચી વળવા માટે શહેરની સૌથી મોટી SVP હોસ્પિટલમાં આગામી દિવસોમાં 1000 બેડ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.