ખબર

શહીદ મેજર વિભૂતિનીના સપનાને સાકાર કરશે તેની પત્ની, ભારતીય આર્મીમાં બનશે ઓફિસર

18 ફેબ્રુઆરી 2019માં રોજ જમ્મુ અને કાશ્મીરમાં આ શહીદ થયેલા ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનના વિભૂતિ શંકર ધૌડીયલની શહાદતને 1 વર્ષ પૂરું થઇ ગયું હતું. જેને લઈને એક શ્રદ્ધાંજલિ સભા પણ રાખવામાં આવી હતી. મંગળવારે શહીદ મેજર વિભૂતિના પહેલી વરસી પર તેની પત્નીએ સપના સાકાર કરવાની વાત કરી હતી.

Image Source

શહિદની પત્નીએ સેનામાં જવાનું મન બનાવી લીધું છે. તે માટે તૈયારી પણ કરી લીધી છે. નિકિતાએ જણાવ્યું હતું કે, તે જલ્દી જ આર્મી જોઈન કરશે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, નિકિતાએ સ્ટાફ સિલેક્શન કમિશનની લેખિત પરીક્ષા પાસ કરી લીધી છે. ઇન્ટરવ્યૂ પણ પાસ કરી લીધું છે. થોડા ફિઝીકલી ટેસ્ટ જ બાકી છે. આ બાદ તે આર્મીમાં જોઈનીંગ કરશે. નિકિતાએ જણાવ્યું હતું કે, મારી માટે તે બહુ જ અઘરું હતું એક વર્ષ વિતાવવું. ઘણા દિવસો એવા હોય છે કે તમને લાગે છે કે બધું ઠીક છે પરંતુ ઠીક કંઈ જ નથી હોતું. નિકિતાએ જણાવ્યું હતું જે, તે શહીદ વિભૂતિનું સપનું પૂરું કરવા માંગે છે. મને ખુશી છે કે, આ સપનું પૂરું કરવામાં મારો પરિવાર મારો સાથ આપી રહ્યો છે જે મારા માટે ઘણું જરૂરી હતું.

Image Source

શહિદ વિભૂતિની માતાએ કહ્યું હતું કે, નિકિતા તેના શહીદ પતિના સપનાને પૂરું કરવા માંગે છે. બસ તે પણ થોડા જ સમયમાં સેનાના ડ્રેસમાં દેશની સેવા કરશે.

Image Source

34 વર્ષીય શહીદ મેજર વિભૂતિ સેનાના 55 આરઆર્મ તૈનાત હતા. તે ત્રણ બહેનો વચ્ચેનો એકજ ભાઈ હતો. 2018માં એપ્રિલ મહિનામાં તેના લગ્ન થયા હતા. લગ્નને 1 વર્ષ પણ થયું ના હતું ત્યાં તેના શહાદતની ખબર આવી હતી. આ મુશ્કેલ સમયમાં નિકિતાએ ફક્ત ખુદને જ નહીં પરિવારને પણ સાંભળ્યો હતો.

Image Source

શાહિદ વિભૂતિની વિદાઈ વખતનો એક વિડીયો ઘણો વાયરલ થયો હતો. જેના નિકિતા તેના પતિના મૃતદેહની બાજુમાં ઉભી રહે છે, તે વારંવાર તેના પતિની સામે જોઈ એકદમ ચૂપ રહીને જોતી હોય છે. થોડીવાર બાદ તે ધીરેથી તેના પતિના મૃતદેહની બાજુમાં જઈને ધીમેથી I LOVE YOU કહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.