જીવનશૈલી

નીતા અંબાણી જીવે છે કંઈક આવી લાઈફસ્ટાઇલ, તેની ચાની કિંમતમાં તો આપણે ગાડી આવી જાય…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી કોઈને કોઈ કારણે ચર્ચામાં છે. નીતા અંબાણી આજે 54 વર્ષની ઉંમરે પણ આજે બિઝનેશમાં વર્લ્ડ ક્લાસ છે. નીતા અંબાણી આજે પણ તેના ગ્લેમર અવતારને કારણે જાણવામાં આવે છે.

એક સમય હતો જયારે નીતા અંબાણીનું વજન બહુ જ વધારે હતું. નીતા અંબાણીએ ડાન્સ, વર્ક આઉટ અને ડાયટ કરીને ફેટથી ફિટ સેલિબ્રિટી બન્યા છે. નીતા અંબાણી મુકેશ અંબાણીની ડાયટ પર નક્કી કરે છે.

નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનું વજન ઘટાડવાનું પાછળની પ્રેરણા બીજું કોઈ નહીં પરંતુ તેનો પુત્ર અનંત અંબાણી છે. નીતા અંબાણીએ કહ્યું હતું કે, અનંત અસ્થમાનો દર્દી છે. દવાને કારણે તેને વધારે પડતા સ્ટેરોઇડ્સ લેવું પડતું હતું.

 

Image Source

તેને સ્વાસ્થ્યને લઈને વજન ઘટાડ્યું હતું. ત્યારે હું તેને ખાતો ના હોય તેવું જોઈ ના શકું એટલા માટે  મેં પણ ડાયટ શરૂ કરી દીધું હતું. નીતા અંબાણીની લકઝરીયસલાઈફની વાત કરવામાં આવે તો તેની દિવસની શરૃઆત 3 લાખ રૂપિયાના ચાથી થાય છે. વક ઇન્ટરવયમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે,તે દિવસની શરૂઆત જાપાનના સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ ‘નોરીટેક’ના કપમાં ચા પીને શરૂઆત કરે છે.

નોરિટેક ક્રોકરીની ખાસ વાત એ છે કે, જેમાં સોનાની બોર્ડર છે. તેના 50 પીસ સેટની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. નીતા અંબાણી પેજ 3 પાર્ટી, આઇપીએલ મેચ, ઘણા ફેશન શો દરમિયાન અને કોઈ પ્રસંગોપાત તેનો ગ્લેમરસ અવતાર જોવા મળે છે.

નીતા અંબાણી 390 કરોડનું પ્રાઇવેટ અત્યાધુનિક જેટ વાપરે છે. જે મુકેશ અંબાણીએ તેને 44માં જન્મદિવસમાં ગિફ્ટ કર્યું હતું.દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને તેમની સ્ટાઇલ અને તેમના ડ્રેસિંગ સેન્સ માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમની દીકરી ઈશા અને તેમના દીકરા આકાશના લગ્નમાં તેમના લૂકની ખૂબ જ ચર્ચાઓ થઇ હતી. ત્યારે હાલમાં પણ તેમની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ છે. આ તસ્વીર વાયરલ થવાનું કારણે તેમના હાથમાં રહેલું તેમનું હિરા જડેલુ હેન્ડબેગ છે.

આ બેગની કિંમત સાંભળીને તમે ચોંકી ઉઠશો.માહિતી અનુસાર, Hermès Himalaya Birkin bag ને હેન્ડબેગના કલેક્શનમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એમાં 18 કેરેટના ગોલ્ડના હાર્ડવેર પર 240 હીરા લાગ્યા છે. 2017માં આ પ્રકારનું Hermès Himalaya Birkin બેગ હરાજીમાં 3,79,261 ડોલર એટલે કે 2.6 કરોડ રૂપિયામાં વેચાયું હતું.

Image Source

એક દાવા પ્રમાણે આ અત્યાર સુધીનું સૌથી મોંઘુ બેગ છે. Hermès Himalaya Birkin bag ક્રોકોડાઇલની ખાલમાંથી બનાવવામાં આવે છે. પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા જેન બિર્કિનના નામ પર રાખવામાં આવેલ આ બિર્કિન બેગ પોતાની કિંમત અને સેલિબ્રિટી ઓનર માટે પ્રખ્યાત છે.

નીતા અંબાણીના બેગમાં પણ હીરા હોય છે. તે દુનિયાના સૌથી મોંઘા હેન્ડગ જેવી કે, ચનેલ, ગોયાર્ડ અને જિમ્મી ચુ કેરી કલેક્શન શામેલ છે. નીતા અંબાણી દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડ ‘Birkin’ બેગનો વપરાશ કરે છે. જેની કિંમત 13 લાખ રૂપિયા છે.

આ સિવાય નીતા અંબાણીને સ્ટાઈલિશ જૂતાનો બેહદ શોખ છે. નીતા અંબાણીના ડ્રેસ અને તેના જૂતા ક્યારે પણ રિપીટ નથી થતા.