ICC વર્લ્ડકપ 2019માં ભારતે પાકિસ્તાનને હરાવીને મોટી જીત પ્રાપ્ત કરી છે ત્યારે આ મેચ માટે ભાધ જ દેશવાસીઓમાં જુસ્સો જોવા મળ્યો હતો. માન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચને જોવા માટે પણ ઘણા બધા સેલીબ્રીટીસ પહોંચ્યા હતા. જેમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને સૈફ અલી ખાન પહોંચ્યા હતા તો બીજી તરફ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેના દીકરા આકાશ અંબાણી સાથે ક્રિકેટની મજા માણવા માટે પહોંચ્યા હતા.
આપણે બધા જ જાણીએ છીએ કે નીતા અંબાણીને ક્રિકેટ સાથે ખૂબ જ લગાવ છે. તેઓ આઈપીએલની મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક છે અને તેઓ આઇપીએલ દરમ્યાન પણ પોતાની ટીમને ચીયર કરવા માટે સતત સ્ટેડિયમમાં હાજરી આપતા હોય છે અને ટીમનો ઉત્સાહ વધારતા હોય છે. ત્યારે ભારત-પાકિસ્તાન મેચ દરમ્યાન પણ નીતા અંબાણી મેચ જોવા માટે માન્ચેસ્ટર પહોંચ્યા હતા.
View this post on Instagram
Nita Ambani During the match of india #Nitaambani #mukeshambani #ambanifamily #mumbai
મેચ દરમ્યાન નીતા અંબાણી સ્ટેડિયમની બાલ્કનીમાં ઉભા રહીને તિરંગો લહેરાવીને ભારતની ટીમનો ઉત્સાહ વધારતા અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. તેઓએ બ્લુ રંગની જર્સી પહેરી હતી. આ સમયે તેમનો મોટો દીકરો આકાશ પણ તેમની સાથે જોવા મળ્યો હતો. બંનેની તસવીરો નીતા અંબાણીના ફેન પેજ પર શેર કરવામાં આવી છે.
ભારતની જીતથી આખા દેશમાં જલસાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે બોલિવૂડ સેલીબ્રીટીએ ભારતીય ટીમને શુભકામનાઓ આપી હતી. સલમાન ખાનથી લઈને તૈમૂર સુધી દરેકે ભારતીય ક્રિકેટ ટીમને શુભકામનાઓ આપી હતી.
સલમાન ખાને ટ્વીટર પર એક તસ્વીર શેર કરી હતી, જેમાં તેઓ ઇન્ડિયા લખેલી ટી-શર્ટ પહેરીને બેઠા હતા. આ તસ્વીર શેર કરીને સલમાન ખાને લખ્યું, ‘કોન્ગ્રેચ્યુલેશન ટિમ ભારત… ફ્રોમ ભારત’. ત્યારે તૈમૂરની એક તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તૈમૂર ઇન્ડિયા લખેલી ટી-શર્ટ પહેરીને સેલ્યુટ કરતો દેખાય છે.
Congratulations team Bharat… from #Bharat pic.twitter.com/KV48tqHHvc
— Salman Khan (@BeingSalmanKhan) June 16, 2019
ત્યારે બીજી તરફ ટિમ ઇન્ડિયાને ચીયર કરવા રણવીર સિંહ માન્ચેસ્ટર પહોંચ્યો હતો અને આખી ટીમને જોશથી ભરી દીધી હતી. રણવીરે બધા જ ક્રિકેટર્સ સાથે ફોટો ક્લિક કરાવી. મેચ શરુ થતા પહેલા જ રણવીરે શિખર ધવન સાથે ઘણીબધી વાતો કરી હતી અને રણવીરના મસ્તી કરતા વિડિયોઝ અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks