દેશને હચમચાવી દેનાર નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટે હત્યારા અક્ષય ઠાકુરની પુનર્વિચાર યાચિકા નામંજૂર કર્યા પટિયાલા હાઉસ કોર્ટમાં ગુનેગારોને ફાંસી આપવાની યાચિકા પર સુનાવણી શરુ થઇ. સુનાવણી પહેલાં ન્યાયાધીશે અક્ષયની પુનર્વિચાર યાચિકા વિશે પણ પૂછ્યું. આ અંગે નિર્ભયાના વકીલે કહ્યું કે દોષિતોની પુનર્વિચાર યાચિકા સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. કોર્ટમાં નિર્ભયાના વકીલે માંગ કરી છે કે ગુનેગારો માટે ડેથ વોરંટ જારી કરવામાં આવે અને ફાંસી માટે 14 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવે.

પરંતુ આજે પટિયાલા હાઉસ કોર્ટમાં આ મામલે સુનાવણી ટળી ગઈ છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 7 જાન્યુઆરી 2020 ના રોજ હાથ ધરવામાં આવશે. સુનાવણી મોકૂફ રાખવામાં આવ્યા પછી કોર્ટ રૂમમાં જ નિર્ભયાની મા આશા દેવી રડવા લાગ્યા.

તેમણે આશા હતી કે સુપ્રીમ કોર્ટમાંથી અક્ષયની પુનર્વિચાર યાચિકા ફગાવી દીધા પછી આજે ડેથ વોરંટ જારી કરવામાં આવશે, પરંતુ તે થઈ શક્યું નહીં, જેના કારણે તે દુઃખી થઈને રડી પડ્યા. તેમણે કહ્યું કે એમની પાસે જ બધા હક છે, અમારું શું?

અગાઉ, જ્યારે 13 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારે કોર્ટે કહ્યું હતું કે, 17 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અક્ષયની પુનર્વિચારણા યાચિકાના ચૂકાદાની રાહ જોવી પડશે. તે પછી 18 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન યાચિકા દાખલ કરનાર નિર્ભયાના માતા-પિતા પણ કોર્ટ રૂમમાં હાજર હતા. સુપ્રીમ કોર્ટે નિર્ભયા દોષી અક્ષય કુમાર સિંહની પુનર્વિચાર યાચિકાને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અમે આ નિર્ણય કોઈપણ દબાણ વિના આપી રહ્યા છીએ. અક્ષયની પુનર્વિચાર અરજીમાં કોઈ નવી હકીકત નથી અને તેથી આ અરજીને રદ કરવામાં આવી છે.

આ નિર્ણય બાદ નિર્ભયાની માતાએ કહ્યું છે કે તે ખૂબ જ ખુશ છે. તેમણે મીડિયા અને દેશનો પણ આભાર માન્યો કે દરેક લોકોએ તેમની આ ન્યાય મેળવવાની યાત્રામાં તેમનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે આ સાથે આપણે ન્યાયની એક પગલુ વધારે નજીક આવ્યા છે. સાથે જ નિર્ભયાની માએ કહ્યું કે સાત વર્ષથી લડાઈ લડી રહયા છીએ અને આગળ પણ લડાઈ ચાલુ રહેશે. સાથે જ તેમને દોષિતો વિરુદ્ધ ડેથ વોરંટ પણ જારી કરવાની માંગ કરી.
આ બધા વચ્ચે તિહાર તેલમાં ચારેય ગુનેગારોની ભૂખ-તરસ બંધ થઇ ગઈ છે. તેઓ ખૂબ જ ઓછું ખાઈ રહયા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.