ખબર

નિર્ભયા બળાત્કારી વિનયે કહ્યું- ‘ફાંસી આપવાથી રેપ અટકતા હોય તો લટકાવી દો, પણ…’

નિર્ભયા દોષીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવશે. હવે જયરાએ ફાંસીને માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે પણ નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિત દરેક દાવપેચ અપનાવવાનું ચુકતા નથી. દોષિતો ફાંસીની સજા સ્થગિત કરવા માટે ફરીથી કોર્ટ પહોંચ્યા છે. દરેક વખતે તેઓ એવું જ કહે છે કે તેમને ફાંસી આપવાથી પણ કંઈપણ બદલાશે નહીં.

હવે નિર્ભયાના ચાર દોષિતોમાંના એક, વિનયે દિલ્હીમાં તિહાડ જેલના અધિકારીને જણાવ્યું હતું કે, ‘અમને ફાંસી આપવાથી દેશમાં બળાત્કારો થતા અટકી જતા હોય તો નિશ્ચિતપણે અમને ફાંસી પર લટકાવી દો, પરંતુ આ બળાત્કારો અટકવાના નથી.’

Image Source

જેલ અધિકારીએ કહ્યું કે હવે તેને ફાંસી આપવા માટે ફક્ત એક દિવસ બાકી છે ત્યારે વિનયે આ નિવેદન આપ્યું છે. અહેવાલ મુજબ, અધિકારીએ એમ પણ કહ્યું હતું કે મુકેશને બાકાત રાખીને અને કોઈ પણ દોષીનો ચહેરો જોતા એવું નથી લાગતું કે તેમને એક જ દિવસ બાદ એટલે કે 20 માર્ચે ફાંસી થવાની છે.

દરમિયાન સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષિત ઠેરવવામાં આવેલા પવન ગુપ્તાની ક્યુરેટિવ પિટિશન અરજી પર ગુરુવારે આ ચેમ્બરની સુનાવણી માટે સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટમાં પવનની અરજીની સુનાવણી ગુરુવારે સવારે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના છ ન્યાયાધીશો ચેમ્બરની સુનાવણી કરશે.

Image Source

એવામાં લાગી રહ્યું છે કે ગુરુવારે આખો દિવસ કોર્ટ કાર્યવાહી ચાલી શકે છે. એવું પણ ની શકે કે નિર્ણય લેવામાં રાત પણ થઇ જાય. પરંતુ હવે તેમની ફાંસી ટળવી અશક્ય લાગી રહી છે કારણ કે સીધી રીતે હવે આ ચારેય પાસે કોઈ કાનૂની અધિકાર બાકી નથી.

જણાવી દઈએ કે ચારેય દોષી અક્ષય, પવન, વિનય અને મુકેશને 20 માર્ચે સવારે 5:30 કલાકે ફાંસી પર લટકાવી એવા માટે તેમને સવારે 3:30 વાગ્યે ઉઠાડી દેવામાં આવશે. જો કે, પોતાની ફાંસી થવાની વાતને જોતા તેમને 19-20 માર્ચની રાત્રે ઊંઘ આવવી મુશ્કેલ છે. પરંતુ 20 માર્ચની સવારે તેમને ઉઠાડીને તેમને નહાવા અને નાસ્તો કરવાનું પૂછવામાં આવશે. જો તેમનું મન હોય, તો તેઓ સ્નાન કરશે, નહીં તો સ્નાન કરવું જરૂરી નથી.

Image Source

તિહાર જેલ પ્રશાસને ફાંસીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. નિર્ભયા દોષિતોને ફાંસી આપવા માટે મેરઠ જેલથી ખાસ કરીને પવન જલ્લાદને તિહારથી બોલાવવામાં આવ્યો છે, જેના કારણે તે મંગળવારે સાંજે તિહાર પહોંચ્યો હતો. અહીં, તેણે 20મી તારીખે ચારેય દોષિતોને આપવામાં આવનાર ફાંસીથી પહેલા 18 માર્ચે સવારે ડમી ફાંસી આપી હતી.

અહેવાલ મુજબ, હજી સુધી તેને ચાર દોષિતોમાંથી અક્ષયના પરિવારજનોએ તેની સાથે મુલાકાત નથી કરી. જો અક્ષયના પરિવારના સભ્યો ગુરુવારે એટલે કે આજે મળવા આવે છે, તો તેઓને મળવા દેવામાં આવશે. આ સાથે ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધી જ કોઈપણ નવી અદાલતની કાર્યવાહી ધ્યાનમાં લેવામાં આવશે. બુધવારે મુકેશ અને વિનયનો પરિવાર બંનેને મળવા જેલમાં આવ્યો હતો. આમાં મુકેશની માતા અને ભાઈ અને વિનય તેના માતા-પિતાને મળ્યા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.