ખબર

ફાંસીના સમાચાર આવ્યા તો નિર્ભયાના બળાત્કારીઓની તબિયત બગડી અને…

16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીમાં એક યુવતી પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો, જેના છ દોષિતોમાંથી એક દોષિત સગીર હતો અને એકે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. આ સિવાયના ચાર દોષિતને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેમની ફાંસીની તારીખ નક્કી થઇ નથી. અહેવાલો અનુસાર, આ દોષિતોને જલ્દી જ ફાંસી આપવામાં આવશે અને તિહાર જેલમાં તેમને ફાંસી આપવાની તૈયારીઓ શરુ થઇ ચુકી છે.

Image Source

જેવું કે કોઈ પણ ફાંસીની સજા પામેલા કેદીની સાથે થાય છે એ રીતે આ દોષિતો પર પણ સીસીટીવી દ્વારા અને હાજર સ્ટાફ દ્વારા 24 કલાક ચાંપતી નજર રખાઈ રહી છે. સાથે જ તેમનું મેડિકલ ચેકઅપ પણ થઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, આ ફાંસીની સજાની ગભરામણને કારણે દોષિતોની ઊંઘ ઉડી ગઈ છે અને ખાવા પીવાનું પણ છોડી દીધુ છે. એકપણ દોષિતોને કોઈ પણ દવા નથી અપાઈ રહી. પણ તેમને એવું ભોજન આપવામાં આવે છે કે જેથી તેમનું બ્લડ પ્રેશર બરાબર રહે.

Image Source

નોંધનીય છે કે આ દોષિતોની દયા યાચિકા પર રાષ્ટ્રપતિ તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી. પણ જો રાષ્ટ્રપતિ તેમની યાચિકા ખારીજ કરી દેશે તો તેમના વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટ બેલ્ક વોરન્ટ જારી કરશે અને પછી તેમને ફાંસી આપવામાં આવશે. સાથે જ એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે 16 ડિસેમ્બર એટલે કે રેપ કર્યાનો દિવસ અથવા 29 ડિસેમ્બર કે જે દિવસે નિર્ભયા મૃત્યુ પામી હતી, એ દિવસે ફાંસી પર લટકાવવામાં આવી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.