ખબર

રાજયના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને મહત્વના સમાચાર, જાણો તમારા શહેરમાં રાત્રિ કર્ફયુનો સમય

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલથી એટલે તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના વાયરસના કહેરમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા છે. તો સુરતમાં 262, અમદાવાદમાં 209, રાજકોટમાં 95 અને વડોદરામાં 93 નવા કેસ નોંધાયા છે.

પ્રતિકાત્મક તસવીર

આ વચ્ચે અમદાવાદના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ બધુ બંધ કરવાની ગઈકાલે જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે કોરોના સંક્રમણને જોતા ગુજરાતના ચાર મહાનગરોમાં કરફ્યૂનો સમય વધારી દેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, સોમવારે રાત્રે 10 વાગ્યે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ આપવામાં આવશે.