ભુજની જેલમાં વિદેશી મહિલા સાથે જેલના સાહેબે સુખ માણીને હવસની ભૂખ સંતોષી આવો આરોપ જેલર પર લાગ્યો, આખો મામલો સાંભળીને અક્કલ કામ નહિ કરે
ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારી એવી એવી ઘટનાઓ સામે આવે છે કે સાંભળી આપણે પણ હેરાન રહી જઇએ. છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ હાલમાં જે ભૂજની પાલારા ખાસ જેલમાંથી જે કિસ્સો સામે આવ્યો છે, તે ખૂબ જ ચકચારી ભરેલો છે. પાલારા ખાસ જેલમાં પાસપોર્ટ અને દસ્તાવેજોમાં ચેડાં કરવાના ગુના હેઠળ એક નાઇજીરિયન મહિલા કેદી તરીકે રહેલી છે. તેને જેલમાં ફોનની સુવિધા આપવાની સામે જેલ અધિક્ષક દ્વારા જાતિય શોષણ કરવાની ઘટના સામે આવી છે. આ ફરિયાદ મહિલા દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવી છે.
પરંતુ જેલ અધિક્ષકે આ તમામ આરોપોને ષડયંત્ર કહી ફગાવી દીધા છે.નાઇજીરિયન મહિલાના વકીલ અનુસાર આ કેસ હાઇકોર્ટમાં દાખલ કરાવવામાં આવ્યો છે. મહિલા 23 સપ્ટેમ્બર 2021ના રોજ ભુજ આવી હતી. તેની પાસે પાસપોર્ટ ન હોવાથી અને ભારતમાં નિયમથી વધુ રોકાણ કરેલ હોવાથી તેની સામે ગુનો નોંધાયો હતો અને તે બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. મહિલાને પ્રથમ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલાઇ અને ત્યારબાદ તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ પાલારા જેલ ખાતે મોકલી દેવામાં આવી હતી.
આ દરમિયાન તેણે મહિલા પોલીસકર્મી પાસે ફરિયાદીના પરિવાર સાથે વાતચીત કરવા ફોનની મદદ માગી અને તેમાં મહિલાકર્મીએ બદલામાં જેલ સુપરિન્ટેન્ડેન્ટને ખુશ કરે તો ફોન આપવા કહ્યું હતું. ત્યારે જેલના બે કર્મચારી ફરિયાદી મહિલા પાસે બેરેકમાં આવ્યા અને જેલ સુપરિન્ટેન્ડેન્ટ (અધિક્ષક) રાજેન્દ્રસિંઘ રાવ સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને ધમકી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 5 એપ્રિલ 2022ના રોજ જેલ અધિક્ષક મહિલા કેદીની બેરેકમાં આવ્યા અને જહરદસ્તી સંબંધ બાંધ્યો. આ વાતનો ઉલ્લેખ મહિલાએ ફરિયાદમાં કર્યો છે. જો કે, જેલ અધિક્ષક દ્વારા તો આ વાતને ષડયંત્ર કહી ફગાવી દેવામાં આવી છે. જેલ અધિક્ષકે કહ્યુ કે, જેલના નિયમો મુજબ મહિલા બેરેક સુધી એકલી વ્યક્તિને જવાનું શક્ય નથી અને નાઇજીરીયન મહિલાને હિન્દી બોલતા પણ આવડતું નથી અને અંગ્રેજી પણ તે બરાબર બોલતી નથી. માટે તેના આક્ષેપો તદન ખોટા છે અને તેણે જે સ્ટોરી કહી છે તે ઉપજાવેલી છે તેવુ જેલ અધિક્ષકે જણાવ્યું હતુ.