હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.
Priyanka-Nick Video : બોલિવૂડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને એક અદ્ભુત કપલ માનવામાં આવે છે. નિક જોનાસે હાલમાં જ 16 સપ્ટેમ્બરે તેનો 31મો જન્મદિવસ ઉજવ્યો અને આ ખાસ દિવસ પર પત્ની પ્રિયંકાએ તેના પર ઘણો પ્રેમ પર લૂંટાવ્યો.
હાલમાં તો નિક તેના ભાઈઓ એટલે કે ‘જોનાસ બ્રધર્સ’ સાથે કોન્સર્ટ કરી રહ્યો છે, અને પ્રિયંકા લગભગ દરેક કોન્સર્ટમાં તેના પતિ સાથે જોવા મળે છે. ત્યારે હાલમાં એક કોન્સર્ટ દરમિયાનનો અને નિકના જન્મદિવસનો વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ ચર્ચામાં છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા સ્ટેજ પર પરફોર્મ કરી રહેલા નિકને લિપ કિસ કરતી જોવા મળી રહી છે.
પ્રિયંકા અને નિકનો આ વીડિયો નિક જોનાસના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં નિક સ્ટેજ પર જોવા મળે છે અને પ્રિયંકા ચોપરા નીચે દર્શકોની ભીડમાં ઉભેલી જોવા મળે છે. પ્રિયંકા આગળ આવે છે અને નિક સ્ટેજ પરથી નીચે ઝૂકી પ્રિયંકાને લિપ કિસ કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકો ખૂબ જ કોમેન્ટ્સ કરી રહ્યા છે અને બંનેને અદભૂત કપલ ગણાવી રહ્યા છે.
કેટલાક લોકોએ તો પ્રિયંકા અને નિકને ફેવરેટ કપલ પણ કહ્યું. લુકની વાત કરીએ તો, આ દરમિયાન પ્રિયંકા ચોપરા યલો કો-ઓર્ડ ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા રહી છે. જ્યારે નિક હંમેશની જેમ એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. નિક જોનાસના આ લુકને લઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા. જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરાએ પતિ નિકના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી તેને શુભેચ્છા પાઠવી હતી.
પ્રિયંકાએ નિકના જન્મદિવસ પર પ્રેમ વ્યક્ત કરતા લખ્યું કે, ‘તમને ઉજવવું એ મારા જીવનની સૌથી મોટી ખુશી છે. તમે મને એવા સંભવિત રસ્તાઓ પર ધકેલી છે કે જે હું જાણતી ન હતી કે તે શક્ય છે. તમારી કંપનીએ મને જે શાંતિ આપી છે એ પહેલાં ક્યારેય મેં અનુભવી નથી અને ફક્ત તમે જ કરી શકો તેવો પ્રેમ.
View this post on Instagram
હું તને પ્રેમ કરું છું મારા બર્થ ડે બોય. હું આશા રાખું છું કે તમારા બધા સપના હંમેશા સાકાર થાય, હેપ્પી બર્થડે બેબી.’ પ્રિયંકાની આ પોસ્ટ પર, પ્રીતિ ઝિન્ટા, સોનાલી બેન્દ્રે, જેકી શ્રોફ સહિત અનેક હસ્તીઓએ નિકને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.