“મોદીને ફોન લગાવ, હાથ કાપી દઇશ…” પોલિસકર્મીને ધમકાવવા લાગી મહિલા બાઇક રાઇડર, વીડિયો થયો વાયરલ

લેડી બાઇકરની દાદાગીરી : હટ…હાથ કાપી રાખી દઇશ, જા મોદીને બોલાવ !

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.

સોશિયલ મીડિયા પર એક મહિલા બાઇક રાઇડરનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મુંબઇમાં બાંદ્રા-વર્લી સી લિંક પર જ્યારે મહિલાને ટ્રાફિર પોલિસે રોકી તો તે ગાલી ગલોચ કરવા લાગી અને ધમકી પણ આપવા લાગી. પોલિસવાળાને તો તેણે એ પણ કહી દીધુ કે જો ગાડીને હાથ લગાવ્યો તો હાથ કાપી દઇશ. મહિલાએ પોતાને એક આર્કિટેક્ટ ગણાવી હતી અને કહ્યુ હતુ કે તે પોતાની ઓફિસ જઇ રહી છે.

મહિલા બાઇક રાઇડરને પોલિસે રોકી તો કર્યો તમાશો
પોલિસે આ મહિલા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રસ્તા વચ્ચે મહિલાને પોલિસ રોકે છે. તે પછી તેમના વચ્ચે બહેસ શરૂ થઇ જાય છે. પોલિસનું હેવુ છે કે મહિલા હાઇવે પર ઓવર સ્પીડિંગ કરી રહી હતી અને ખરાબ રીતે બાઇક ચલાવી રહી હતી. જ્યારે પોલિસે તેને બાઇક રસ્તા કિનારે લાવવા કહ્યુ તો તેણે ઇનકાર કરી દીધો અને કહ્યુ- નરેન્દ્ર મોદીને ફોન લગાવ, હું ભારત સરકાર છું, ટેક્સ પે કરુ છુ. મહિલાએ પોલિસને ધમકી આપી કે હું ઠોકીને ચાલી જઇશ.

પોલિસકર્મી સાથે કરી હાથાપાઇ અને ગાલી ગલોચ
તે પછી તેણે બાઇક સ્ટાર્ટ કર્યુ તો પોલિસકર્મી આગળ વધ્યો. આના પર મહિલાએ કહ્યુ, ગાડીને હાથ લગાવ્યો તો હાથ કાપી હાથમાં આપી દઇશ. તેણે પોલિસકર્મીને ગાળો પણ આપી. પોલિસ અનુસાર, મહિલાએ કોન્સ્ટેબલને ધક્કો પણ માર્યો. આ વીડિયો શિવસેના UBTની MP પ્રિયંકા ચતુર્વેદીએ શેર કર્યો છે.

મહિલાની ઓળખ નૂપુર પટેલના રૂપમાં થઇ
પોલિસે કહ્યુ કે મહિલાની ઓળખ નૂપુર મુકેશ પટેલના રૂપમાં થઇ છે, સી લિંક પર બુલેટ પર સવાર થઇ તે સાઉથ મુંબઇ તરફ જઇ રહી હતી. મહિલા પર કાર્યમાં બાધા, લાપરવાહીથી ગાડી ચલાવવા, ખતરામાં નાખવા અને એક લોક સેવક પર હુમલો કરવાનો મામલો દર્જ કરાયો છે. નૂપુર પટેલ મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી છે અને બુલેટ ત્યાંની એક રિયલ એસ્ટેટ ફર્મ સાથે રજિસ્ટર્ડ છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.

Shah Jina