શું તમને પણ બહારની ચીક્કી બહુ ભાવે છે ? જો આ વીડિયોને જોઈ લેશો તો તમારું પણ મન બદલાઈ જશે, જુઓ ફેકટરીમાં કેવી રીતે બને છે ચીક્કી ?

નાના મોટા સૌને ગમતી અને હોંશે હોંશે જેને ખાઈએ છીએ એ ચીક્કી ફેકટરીમાં કેવી રીતે બને છે ક્યારેય જોયું છે ? વીડિયો જોઈને ખાતા પહેલા તમે પણ સો વાર વિચારશો…

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Chikki Making Viral Video : નાનપણથી લઈને અત્યાર સુધી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે આપણને ખાવાની ખુબ જ પસંદ હોય છે. આ લિસ્ટમાં ઘણી બધી વસ્તુઓ સામેલ છે. જેમાં એક ચીક્કી પણ છે. ચીક્કી દરેક ઉંમરના લોકોને ખુબ જ પસંદ હોય છે. કેટલાક લોકો ઘરે બનાવીને ચીક્કી ખાતા હોય છે, તો ઘણા લોકો બજારમાં મળતી તૈયાર ચીક્કી પણ ખાતા હોય છે. હવે તમે ઘરે બનાવેલી ચીક્કી તો બનાવતા જોઈ જ હશે પરંતુ બહાર ફેકટરીમાં ચીક્કી કેવી રીતે બને છે તે જોયું છે ક્યારેય ?

ચીક્કી બનાવવાનો વીડિયો વાયરલ :

ઇન્સ્ટાગ્રામ પરના એક વિડિયોમાં ચિક્કી બનાવવાની ફેક્ટરીમાંથી ચીક્કી બનાવવાની અનહાઈજેનીક રીત બતાવવામાં આવી છે. જેનાથી સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ ખૂબ નિરાશ થયા છે. ઉપરાંત, આ જોયા પછી, તેઓ ભાગ્યે જ આનંદથી ચિક્કી ખાઈ શકશે. ક્લિપમાં, એક વ્યક્તિ મગફળી અને ગોળના મિશ્રણના એક મોટા ટુકડાને અલગ-અલગ ટુકડાઓમાં કાપી રહ્યો છે. આ પછી, કેટલાક લોકો આ ટુકડાને શેપરમાં મૂકીને આકાર આપી રહ્યા છે અને તેને સપાટ બનાવવા માટે રોલ આઉટ કરી રહ્યા છે.

અનહાઇજિન રીતે બનાવી ચીક્કી :

આ પછી તે પેક કરવામાં આવે છે. હવે તમે વિચારશો કે ચિક્કી આ રીતે જ બનાવવામાં આવશે. તો ચાલો તમને જણાવી દઈએ કે ચિક્કી આ જ રીતે બનાવવામાં આવે છે પરંતુ ચિક્કીને આકાર આપવાથી લઈને પેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા જમીન પર કરવામાં આવે છે. ત્યાં કામ કરતા કામદારોએ ન તો મોજા પહેર્યા હતા અને ન તો તેમના પગ ઢાંક્યા હતા. આ જોયા પછી કદાચ તમે પણ બજારની ચિક્કી ખાવા વિશે સો વાર વિચાર કરશો.

 

View this post on Instagram

 

A post shared by lakshmi gunji (@lakshmigunji86668)

જોઈને લોકો પણ બગડ્યા :

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને 26.1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. કોમેન્ટ સેક્શનમાં લોકોએ ચિક્કી ફેક્ટરીમાં આને લઈને પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું, “હે ભગવાન, મને આ જાતે બનાવવું ગમશે.” અન્ય યુઝરે કહ્યું, “ભાઈ, ટેબલનો ઉપયોગ કરો.” એક યુઝરે કહ્યું, “ભાઈ મેં થોડા સમય પહેલા આ ખાધી હતી. એકે તો એમ પણ કહયું કે તે હવે ક્યારેય બહારથી ખરીદશે નહિ.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel