સ્ટેજ પર આ છોકરીએ દીપિકા પાદુકોણના સ્ટેપ કર્યા કોપી, લોકો તો જોઈને એવી રીતે ચીસો પાડવા લાગ્યા જાણે દીપિકા નાચતી હોય, જુઓ વીડિયો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Girl Energetic Dance On Song Nagara : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને તમે પણ હેરાન રહી જાઓ, તો ઘણીવાર કેટલાક ડાન્સ વીડિયો પણ લોકોનું દિલ જીતી લેતા હોય છે. તેમાં પણ જોઈ કોઈ મહિલા કે યુવતી બોલીવુડનાકોઈ લોકપ્રિય ગીત પર ડાન્સ કરે તો તેના વીડિયોને લોકો ખુબ જ જોતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
દીપિકા ડાન્સ કરતી હોય એમ લાગ્યું :
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’નું ગીત ‘નાગડા સંગ ઢોલ’ દરેકને ખુબ જ પસંદ છે. અભિનેત્રી દીપિકા પાદુકોણે આ ગીત પર એવી રીતે ડાન્સ કર્યો કે આજે પણ જ્યારે પણ આ ગીત પાર્ટીઓ અને લગ્નોમાં વગાડવામાં આવે છે ત્યારે છોકરીઓ તેની નકલ કરવાનો પ્રયાસ કરે છે. જો કે, જ્યારે એક મહિલાએ સ્ટેજ પર આ ગીત રજૂ કર્યું, ત્યારે જોનારાની પ્રતિક્રિયા જોઈને ઉત્સાહિત થઈ ગયા. લોકો એવી રીતે બૂમો પાડી રહ્યા હતા કે જાણે દીપિકા ડાન્સ કરી રહી હોય! આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.
લાખો લોકોએ જોયો વીડિયો :
આ રીલ 21 સપ્ટેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @_.kretx_.k પરથી પોસ્ટ કરવામાં આવી હતી, જેને લોકોએ ઘણી જોઈ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક પણ કરી ચુક્યા છે. આ ઉપરાંત હજારો લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે ડાન્સ અદભૂત હતો. બીજાએ કહ્યું કે દીદીએ પાર્ટી લૂંટી. જ્યારે કેટલાક યુઝર્સે પૂછ્યું કે કોણ બૂમો પાડી રહ્યું છે? આ અંગે કેટલાક યુઝર્સે કોમેન્ટ કરી હતી કે પાછળ રહેલી છોકરી તેના માથાની નસ ફાટી ગઈ હોય તેમ ચીસો પાડી રહી હતી.
View this post on Instagram
બરાબર સ્ટેપ કોપી કર્યા :
આ વિડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું હતું – “નાગડા સંગ ઢોલ”. વાયરલ ક્લિપમાં કૃતિ નામની મહિલા સ્ટેજ પર ડાન્સ કરતી જોઈ શકાય છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં ઓરિજિનલ ગીતનો વીડિયો ચાલી રહ્યો છે. મહિલાએ સંપૂર્ણ રીતે દીપિકા પાદુકોણ જેવો પોશાક પહેર્યો છે. તેના સ્ટેપ્સ પણ બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા વીડિયો સાથે બરાબર મેળ ખાય છે. અને હા, આ પર્ફોર્મન્સ જોઈને કેટલીક છોકરીઓ એટલી ઉત્સાહિત થઈ જાય છે કે વીડિયોમાં માત્ર તેમની ચીસોનો અવાજ સંભળાય છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં