ગુજરાતમાં અરબ સાગરના કિનારે ઉભો રહીને મોજાને જોતો જોવા મળ્યો સિંહ, લોકો બોલ્યા… સિંહણના વિરહમાં વનરાજ ઉદાસ થઇ ગયો…

સાવજની ધરતી ગુજરાતના દરિયા કિનારે મોજાનો આનંદ માણતો જોવા મળ્યો જંગલનો રાજા, નજારો કોઈ ફિલ્મ કરતા કમ નહોતો, જુઓ વીડિયો

A lion on the coast of Gujarat : ગુજરાતની ધરતી સિંહોની ધરતી છે, અહીંયા ગીરમાં ઘણા બધા સિંહો રહે છે અને ઘણીવાર સિંહ જાહેરમાં પણ જોવા મળી જતા હોય છે. ગીરના જંગલમાં સિંહોને જોવા માટે દુનિયાભરના લોકો પણ આવતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ સિંહનોને લગતા ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે.  ત્યારે હાલ એક સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સિંહ દરિયાના મોજા જોવા માટે ઉભો છે.

દરિયા કિનારે મોજા જોતો સિંહ :

ગુજરાતના દરિયાકિનારેથી સામે આવેલા આ મનમોહક દૃશ્યે પ્રકૃતિ પ્રેમીઓ અને ફિલ્મપ્રેમીઓની કલ્પનાને એકસરખી રીતે પકડી લીધી. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) ઓફિસર પરવીન કાસવાને એક પોસ્ટ શેર કરી છે જેમાં એક રાજસી સિંહ ગુજરાતના દરિયા કિનારા પર ઉભો છે અને અરબ સમુદ્રના મોજાનો આનંદ માણી રહ્યો છે. આ અતિવાસ્તવ દ્રશ્ય ફિલ્મ “ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા: ધ લાયન, ધ વિચ એન્ડ ધ વોર્ડરોબ” ના લોકપ્રિય દ્રશ્યની યાદ અપાવે છે. જેમાં એક રાજવી સિંહ અસલાન છેલ્લા દ્રશ્યમાં સમુદ્રની સામે ઉભો છે.

ફિલ્મના દૃશ્ય જેવો લાગ્યો નજારો :

આ ક્લિપ 23 સેકન્ડની છે જેમાં જોઈ શકાય છે કે સિંહ સમુદ્રના ઉછળતા મોજાની નજીક ઉભો છે. તે એકદમ શાંતિથી મોજાઓને જોઈને ઉભો છે. તે એક વાર કેમેરા તરફ પણ જુએ છે પણ પછી સીધો આગળ જોવા લાગે છે. સિંહનું આ વલણ લોકોને એકદમ વિચિત્ર લાગ્યું, કારણ કે તમે ભાગ્યે જ જંગલની દુનિયાના રાજાને સમુદ્રના મોજાને આ રીતે જોતા જોયા હશે. આ ક્લિપ શેર કરતી વખતે, IFS અધિકારી સુશાંત નંદાએ પણ લખ્યું – વિટામિન સીની ઉણપનો સ્પષ્ટ કેસ….”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

લોકોએ કહ્યું, “સિંહણ રિસામણે ગઈ છે :”

ત્યારે આ વીડિયોને જોઈને લોકો હવે અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોને આ વીડિયોને જોઈને આનંદ આવી રહ્યો છે તો કોઈ વીડિયોને જોઈને એમ પણ કહી રહ્યું છે કે “સિંહણ રિસામણે ગઈ છે જેના કારણે સિંહની આવી હાલત થઇ છે અને તે ઉદાસ થઈને દરિયા કિનારે આવી ગયો છે.” આ ઉપરાંત પણ ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel