કેવી રીતે થયું હતું શ્રીદેવીનું મોત ? આખરે પતિ બોની કપૂરે 5 વર્ષ બાદ મોતની હકીકત પરથી ઉઠાવ્યો પડદો

ખૂબસુરત દેખાવાનું જૂનુન બન્યુ શ્રીદેવીની મોતનું કારણ ? બોની કપૂરે 5 વર્ષ બાદ જણાવી એ રાતની હકિકત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

કેવી રીતે થયું હતુ શ્રીદેવીનું મોત ? દુબઈમાં અચાનક શું થયું કે શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધુ ? બાથટબમાં ડૂબી જવાને કારણે
શ્રીદેવીનું મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. પણ ચાહકો આજ સુધી આ કારણને હજમ નથી શક્યા નથી. કારણ કે એક્ટ્રેસના પરિવારે આ મામલે અત્યાર સુધી ચુપ્પી સાધી હતી. પરંતુ હવે પહેલીવાર શ્રીદેવીના ફિલ્મ મેકર પતિ બોની કપૂરે મોતની હકિકત પરથી પડદો ઉઠાવ્યો છે.

બોની કપૂરે જણાવ્યું કે મૃત્યુનું સાચું કારણ શું હતું. ધ ન્યૂ ઈન્ડિયનને આપેલા ઈન્ટરવ્યુમાં બોની કપૂરે તમામ મુદ્દાઓ પર ખુલીને વાત કરી અને કહ્યું કે તે રાત્રે શું થયું હતુ. બોનીએ કહ્યું કે તે હજુ પણ શ્રીદેવીને ખૂબ મિસ કરે છે, કારણ કે તે આજે એ પળો જોવા માટે હાજર નથી, જે તે હંમેશા ઇચ્છતી હતી. શ્રીદેવીની સલાહ પર જ બોનીએ રીજનલ સિનેમામાં પ્રવેશ કર્યો હતો. દીકરી જાહ્નવી કપૂરની સફળતા, નાની દીકરી ખુશી કપૂરનું ડેબ્યૂ…

બોનીએ કહ્યું કે આ બધું તેનું સપનું હતું. મારી સળંગ છ ફિલ્મો સાઉથમાં રિલીઝ થઈ અને બધી હિટ રહી છે. પણ આ સફળતા જોવા માટે શ્રી નથી એ વાતનું દુઃખ છે. તેથી જ મેં તેનો આ ફોટો અહીં મૂક્યો છે, એવું લાગે છે કે તે અહીં છે. બોનીએ કહ્યું- તેને શેપમાં રહેવાનું ઝૂનૂન હતું. તે હંમેશા સારી દેખાવા માગતી હતી અને શેપમાં રહેવા માગતી હતી. તે પછી ઓન-સ્ક્રીન હોય કે ઓફ-સ્ક્રીન…

આ માટે તે ઘણીવાર ભૂખી પણ રાખતી. તે ઘણી વખત ક્રેશ ડાયટ કરતી હતી. તે મીઠું પણ નહોતી ખાતી. તે દરમિયાન પણ તે ડાયટ પર હતી. જ્યારથી તેના મારી સાથે લગ્ન થયા હતા, તેના થોડા સમય પછી તેને બ્લેકઆઉટની સમસ્યા થઇ હતી અને ડોક્ટર કહેતા હતા કે તેને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, મીઠું ખાવું જોઈએ. સલાડ પર થોડું મીઠું છાંટીને પણ કહેવામાં આવ્યુ હતુ. પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં. બોનીએ આગળ કહ્યું- આ કુદરતી મૃત્યુ નહિ પણ આકસ્મિક મૃત્યુ હતું.

મેં આ વિશે કંઈ ન કહેવાનું નક્કી કર્યું હતું કારણ કે જ્યારે મારી પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે મેં લગભગ 24 કે 48 કલાક સુધી આ વિશે વાત કરી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે અમારે આવું એટલા માટે કરવું પડ્યું કારણ કે ભારતીય મીડિયાનું ઘણું દબાણ હતું. પણ તેમને જાણવા મળ્યું કે આમાં કોઈ બેઇમાની નથી. મેં લાઇ ડિટેક્ટર ટેસ્ટ અને અન્ય તમામ બાબતો સહિત તમામ પરીક્ષણો પસાર કર્યા અને પછી જે રિપોર્ટ આવ્યો તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે તે એક્સીડેન્ટલ ડેથ હતી.

આ સાથે બોની કપૂરે એ પણ જણાવ્યું કે શ્રીદેવીના અંતિમ સંસ્કાર પર જ્યારે એક્ટર નાગાર્જુન આવ્યા ત્યારે તેમણે પણ એક ઘટના શેર કરી. નાગાર્જુને શોક વ્યક્ત કરવા ઘરે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે એક ફિલ્મ દરમિયાન તે ક્રેશ ડાયટ પર હતી અને બાથરૂમમાં પડી ગઈ હતી, જેને કારણે તેના દાંત તૂટી ગયા. દુર્ભાગ્યવશ તેણે ગંભીરતાથી ન લીધું અને ક્યારેય વિચાર્યું ન હતું કે આ ઘટના આટલી ગંભીર હોઈ શકે છે.

બોનીએ કહ્યું કે જ્યારે તેને શ્રીદેવીના આ ઝૂનુનની જાણ થઈ ત્યારે તેણે પોતે ઘણીવાર સમજાવવાનો પ્રયાસ કર્યો અને ડોક્ટરોએ પણ ભોજનમાં મીઠું લેવાનું કહ્યુ પણ કોઈ ફાયદો થયો નથી. ઘણી વખત તે ડિનર ઓર્ડર કરતી તો પણ મીઠું અને ખાંડ વિનાનું કરતી. તેને એવું લાગતુ હતુ કે મીઠું ખાવાથી ડબલ ચિન થઇ જાય છે. જણાવી દઇએ કે, શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં થયું હતું.

જ્યારે આ દુખદ સમાચાર આવ્યા તો દરેક માટે વિશ્વાસ કરવો લગભગ અશક્ય હતો. કારણ કે અભિનેત્રી ખૂબ જ ફિટ હતી, તેને કોઈ બીમારી નહોતી. તે ફિલ્મોમાં પણ સક્રિય હતી. તેની ફિલ્મ મોમ 2017માં જ રીલિઝ થઈ હતી, જેની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી અને આ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આ તેની કારકિર્દીની 300મી ફિલ્મ હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina