‘સ્વદેશ’ એક્ટ્રેસ ગાયત્રી જોશીનો પતિ મુશ્કેલીમાં ! દોષી સાબિત થયો તો થઇ શકે છે 7 વર્ષની સજા

ગાયત્રીના પતિ વિકાસે કરી હતી ઓવરટેક કરવાની કોશિશ ! જો દોષી સાબિત થયો તો 7 વર્ષની સજા ભોગવવી પડશે, વાંચો આખો અહેવાલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘સ્વદેશ’ એક્ટ્રેસ ગાયત્રી જોશીના પતિ બિઝનેસમેન વિકાસ ઓબેરોય મુશ્કેલીમાં છે. હાલમાં જ ગાયત્રી જોશી અને તેનો પતિ ઈટલીમાં કાર અકસ્માતનો શિકાર થયા હતા. જ્યારે આ અકસ્માત થયો ત્યારે વિકાસ કાર ચલાવી રહ્યો હતો અને ગાયત્રી પેસેન્જર સીટ પર બેઠી હતી.

આ અકસ્માતમાં ગાયત્રી અને તેનો પતિ બચી ગયા હતા પરંતુ તેમની કાર સાથે ટક્કર થવાને કારણે બીજી કારમાં બેઠેલા સ્વિસ દંપતીનું મોત થયું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે. આ કેસમાં વિકાસને આરોપી બનાવવામાં આવ્યો છે. જો તે દોષિત સાબિત થશે તો તેને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, વિકાસ પર લાપરવાહીથી ડ્રાઇવિંગ કરવાનો આરોપ છે જેના કારણે બે લોકોના જીવ ગયા. ઈટલીના કાયદા મુજબ જો તે આરોપ સાબિત થાય છે તો તેને વધુમાં વધુ 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. વિકાસની લીગલ ટીમ આ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે. વિકાસ એક જાણીતો બિઝનેસમેન છે.

તે મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ કંપની ઓબેરોય રિયલ્ટીનો માલિક છે. આ અંતર્ગત તેણે મુંબઈમાં ઘણા મોલ, હોટલ અને ઓફિસ ટાવર બનાવ્યા છે. વિકાસ મુંબઈમાં લોકપ્રિય વેસ્ટિન હોટેલ પણ ચલાવે છે. અહેવાલો અનુસાર, તે ટૂંક સમયમાં મુંબઈમાં પ્રથમ રિટ્ઝ કાર્લટન હોટેલ ખોલવા જઈ રહ્યો છે.

અકસ્માતની વાત કરીએ તો, ગાયત્રી અને વિકાસની લેમ્બોર્ગિની અને ફરારીના ડ્રાઇવરે કેમ્પર વાનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય વાહનો એકબીજા સાથે અથડાતા કેમ્પર વાન પલટી ગઈ અને અકસ્માત બાદ ફરારીમાં આગ લાગી ગઇ, જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા એક સ્વિસ કપલનું મોત થયું.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina