5 વર્ષ પછી જાહેરમાં દેખાઇ દયાભાભી, નવરાત્રિ ઇવેન્ટમાં પતિ અને બાળકો સાથે થઇ સ્પોટ- જુઓ ગરબા ક્વિનનો ગુજરાતણ અંદાજ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લગભગ દરેકનો ફેવરેટ શો છે. આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો અને ત્યારથી લઇને અત્યાર સુધી તે લોકોના દિલમાં વસેલો છે. આ શોના બધા પાત્રોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. જો કે, સૌથી વધારે જો દર્શકોને પસંદ હોય તો તે છે દયાભાભીનું પાત્ર એટલે કે દિશા વાકાણી અને દિલીપ જોશી એટલે કે જેઠાલાલનું પાત્ર…

દિશા ભલે વર્ષોથી શોમાં જોવા મળી ન હોય, પરંતુ ચાહકો હજુ પણ શોમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. આ અભિનેત્રી વર્ષોથી પડદા પરથી ગાયબ છે અને કોઈપણ જાહેર કાર્યક્રમમાં પણ જોવા મળતી નથી. ત્યારે હવે લગભગ 5 વર્ષ બાદ દિશા જાહેરમાં જોવા મળી હતી. દિશા સોમવારે પતિ મયુર પડિયા, પુત્ર અને પુત્રી સાથે નવરાત્રિ કાર્યક્રમમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં દિશા સંપૂર્ણ ગુજરાતી લુકમાં પહોંચી હતી.

દિશાએ ક્રીમ નેટ લહેંગા સાથે ગુલાબી એમ્બ્રોઇડરીવાળો બ્લાઉઝ અને દુપટ્ટો કેરી કર્યો હતો. દિશાની આ સિંપલ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી. આ ઉપરાંત ગયા વર્ષે જન્મેલા તેના પુત્રની પણ એક ઝલક જોવા મળી. વીડિયોમાં દિશાના પતિ મયુર પુત્રને ખોળામાં પકડીને જોઈ શકાય છે. વિડિયોમાં દિશાની લાડલી સ્તુતિની ઝલક પણ જોવા મળી હતી.

આછા વાદળી રંગના રફલ-ડિટેલ ફ્રોકમાં સ્તુતિ સુંદર લાગી રહી હતી. ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણી વર્ષ 2017થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી નથી. 2017માં દીકરીના જન્મ પછી તે શોથી દૂર થઇ ગઇ હતી. જો કે, થોડા સમય પહેલા જ ખબર આવી કે દિશા વાકાણી શોમાં પરત ફરવાની છે. જણાવી દઇએ કે, મે 2022માં દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો હતો. દિશા હાલ તો તેના પારિવારિક જીવનમાં વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina