દીપિકા કક્કર પહેરીવાર દીકરા રુહાન સાથે પહોચી શોએબના ‘ઝલક દિખલા જા 11’ના સેટ પર- જુઓ વીડિયો

પહેલીવાર રુહાનને લઇને શોએબ ઇબ્રાહિમના સેટ પર પહોચી દીપિકા કક્કર, બોલી- ખૂબ સ્પેશિયલ હતુ

દીપિકા કક્કર હાલમાં માતૃત્વ જીવનનો આનંદ માણી રહી છે. લગ્નના 5 વર્ષ બાદ દીપિકાએ 21 જૂને પતિ શોએબ સાથે પહેલા બાળક રુહાનનું આ દુનિયામાં સ્વાગત કર્યું. કપલ અવારનવાર પોતાના લાડલા સાથે વિતાવેલી પળોની તસવીરો ચાહકો સાથે શેર કરે છે. હાલમાં જ દીપિકાની તેના પુત્ર સાથેની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો ઝલક દિખલા જાના સેટની છે.

શોએબ આ દિવસોમાં ડાન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા જા 11ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે દીપિકા દીકરા સાથે પતિને મળવા સેટ પર પહોંચી હતી. દીપિકાએ આ દરમિયાનનો વ્લોગ પણ તેની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. વ્લોગમાં દીપિકાને કહેતી સાંભળી શકાય છે કે રૂહાનને કેમેરા પસંદ છે. રુહાન પહેલીવાર તેના પિતાના સેટ પર ગયો હતો. શોએબ પોતાના દીકરાને સેટ પર જોઇ ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો.

શોએબે પત્ની દીપિકા અને દીકરા રુહાનનું ખૂબ જ ધ્યાન રાખ્યુ અને દીપિકા માટે ખાવાની ઘણી વસ્તુઓ પણ રાખી હતી. આ ઉપરાંત તે તેને વારંવાર પૂછી પણ રહ્યો હતો કે કંઇ પણ ખાવું હોય તો કઇ દેજે. શોએબ તેના શુટિંગમાં વ્યસ્ત હતો, તેમ છત્તાં તે વારંવાર દીકરા રુહાનને જોવા આવી રહ્યો હતો.

જણાવી દઇએ કે, શોએબ ઈબ્રાહિમની આખી ટીમ જ્યારે કામ ઓછુ થયુ ત્યારે એક પછી એક રૂહાનને મળવા આવી. આ દરમિયાન રૂહાન ન તો રડ્યો કે ન તો તેણે કોઇને પરેશાન કર્યા. ઉલ્લેખનીય કે, દીપિકા આ ​​દિવસોમાં ઇન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ તેમ છતાં તે તેની યુટ્યુબ ચેનલ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. શોએબ ઈબ્રાહિમની વાત કરીએ તો, તે જલ્દી જ લોકપ્રિય શો ઝલક દિખલા જામાં જોવા મળવાનો છે.

Shah Jina