કરીના કપૂરનો લેટેસ્ટ લુક જોઇ લોકોએ કરી દીધી ટ્રોલ, કહ્યુ- આ તો હોસ્પિટલની પેશન્ટ…

ગ્રીન લૂઝ ડ્રેસમાં જોવા મળી કરીના કપૂર ખાન, તસવીરો જોઇ લોકો બોલ્યા- હોસ્પિટલના કપડા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Kareena Kapoor Trolled For Outfit: બોલિવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ઘણીવાર તેના લુક્સ અને ફેશનેબલ ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ તેની અદાઓ અને સ્ટાઇલને કારણે કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. જો કે, ઘણા લોકો એવા પણ છે જે એક્ટ્રેસને ટ્રોલ કરવાનો મોકો હાથમાંથી નથી જવા દેતા.

હાલમાં જ કરીના કપૂર ગ્રીન લૂઝ ડ્રેસમાં સ્પોટ થઇ હતી અને આ લુકને લઇને તેને લોકોએ ખૂબ ટ્રોલ કરી.એક્ટ્રેસના આ વીડિયો અને તસવીરો પર લોકો ખૂબ કમેન્ટ કરતા જોવા મળ્યા. કરીના કપૂર હાલમાં જ મુંબઇમાં સ્પોટ થઇ હતી, આ દરમિયાન તેણે ગ્રીન લૂઝ ડ્રેસ પહેર્યો હતો, આ તસવીરો અને વીડિયો સામે આવતા જ વાયરલ થવા લાગ્યા. કરીના આ દરમિયાન સ્વેગમાં ચાલતી જોવા મળી હતી.

જો કે, લોકોએ કરીના કપૂર ખાનના આ ગ્રીન ડ્રેસની સરખામણી હોસ્પિટલના ડ્રેસ સાથે કરી. તસવીરો અને વીડિયો જોયા બાદ એક યુઝરે ટ્રોલ કરતા લખ્યું, ‘હોસ્પિટલના કપડાં.’ કરીના કપૂર ખાનની આ તસવીરો જોઈને કેટલાક યૂઝર્સે આ ડ્રેસની તુલના બોરી સાથે પણ કરી હતી. કરીના કપૂર ખાનની આ તસવીરો જોયા બાદ કેટલાક યુઝર્સે કોમેન્ટ કરી લખ્યું કે તે હવે વૃદ્ધ દેખાઈ રહી છે.

જો કે, કેટલાક લોકોનું ધ્યાન તો અભિનેત્રીના સંકોચાયેલા ડ્રેસ પર પણ ગયું. જેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે આટલા પૈસાનો શું ઉપયોગ…જ્યારે ઘરમાં પ્રેસ પણ નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીનાએ તાજેતરમાં જ સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘જાને જાન’ સાથે OTT ડેબ્યૂ કર્યું છે. તેની ફિલ્મ 21 સપ્ટેમ્બરના રોજ તેના બર્થ ડે પર નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. હવે કરીના હંસલ મહેતાની ‘ધ બકિંઘમ મર્ડર્સ’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina