બધુ જ ભૂલી નિયા શર્માએ બાથટબમાં કરાવ્યુ એવું ફોટોશૂટ કે જોઇને ચાહકોએ મોંમા આંગળા નાખી દીધા

નિયા શર્માએ મોનોકિની પહેરી બાથટબમાં કરાવ્યુ હોટ ફોટોશૂટ, શું તમે જોઇ તસવીરો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

એક્ટ્રેસ નિયા શર્મા ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસમાંની એક છે, તે અવાર નવાર તેના હોટ લુકથી ચાહકોના હોંશ ઉડાવતી રહે છે. ત્યારે હાલમાં નિયા શર્માએ કંઇક આવું જ ફરી એકવાર કર્યુ છે. નિયાએ બાથટબમાં તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેને જોઇને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે.

નિયા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી લખ્યું- ટબ નથી ભર્યુ કારણ કે હું બીચ તરફ જઈ રહી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે નિયા શર્મા બાથરૂમમાં ખાલી બાથટબમાં કિલર ફોટોશૂટ કરાવી રહી છે. આ દરમિયાન તે ડીપ નેક બ્લેક નેટ મોનોકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તે ટબમાં સૂતી વખતે તેના ટોન્ડ લેગને પણ ફ્લોન્ટ કરી રહી છે.

એક તસવીરમાં તે મિરર સામે સેલ્ફી પણ લેતી જોવા મળી રહી છે. નિયાની આ તસવીરો જોઈને ચાહકો પાગલ થઈ રહ્યા છે અને કોમેન્ટ કરીને તેના વખાણ પણ કરી રહ્યા છે. નિયાની આ તસવીરો પર તેના ફેન્સ બ્યુટી ક્વીન, હોટ, ગોર્જિયસ, સુંદર અને કિલર જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે.

જણાવી દઈએ કે અત્યાર સુધી નિયા શર્મા ઘણા ટીવી શો, રિયાલિટી શો અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. ‘કાલી-એક અગ્નિપરીક્ષા’ શોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર નિયા શર્માએ અત્યાર સુધી ઘણા હિટ શો આપ્યા છે. જો કે, તેને ખરી ઓળખ સિરિયલ ‘એક હજારો મેં મેરી બેહના હૈ’થી મળી હતી.

કામ સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાની હોટનેસથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે. આ દિવસોમાં નિયા શર્મા દુબઈમાં વેકેશન મનાવી રહી છે. નિયા શર્માની ગણતરી નાના પડદાની સૌથી હોટ અભિનેત્રીઓમાં થાય છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો સાથે અવાર નવાર હલચલ મચાવતી રહે છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina