‘તારક મહેતા’ની સોનુએ શેર કરી સેટ પરથી તસવીરો, મસ્તી કરતા જોવા મળ્યા સ્ટાર્સ- પણ ના જોવા મળ્યા જેઠાલાલ

સોનુ ઉર્ફે પલક સિધવાનીએ શેર કરી ‘તારક મહેતા’ના સેટ પરથી તસવીરો, ચાહકોને પાઠવી દશેરાની શુભકામના

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારોએ દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. તારક મહેતાએ સ્ટાર્સને ઘરે ઘરે ઓળખ અપાવી છે અને આમાંથી એક છે તારક મહેતાની સોનુ એટલે કે પલક સિધવાની.

પલક સિધવાનીને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. પલક માત્ર શોમાં જ દર્શકોનું મનોરંજન નથી કરતી, પરંતુ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

ત્યારે હાલમાં જ પલકે તારક મહેતાના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે અને આ સાથે તેણે ચાહકોને વિજયાદશમીની હાર્દિક શુભકામના પણ પાઠવી છે. આ તસવીરોમાં પલક સાથે બીજા પણ સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. પલકે જે તસવીરો શેર કરી છે તેમાં ટપુ એટલે કે નીતિશ ભાલુની, ડિરેક્ટર હર્ષદ જોશી, ઐય્યર એટલે કે તનુજ મહાશબ્દે અને બીજા પણ સ્ટાર્સ જોવા મળી રહ્યા છે.

જો કે, આ તસવીરોમાંથી જેઠાલાલ ગાયબ છે. આ તસવીરો જોયા પછી કેટલાક યુઝર્સ કમેન્ટ સેક્શનમાં એવું કહી રહ્યા છે કે આ એપિસોડમાં પણ જેઠાલાલ નહિ જોવા મળે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina