શું સાચેમાં રોનાલ્ડોએ કર્યો હતો સલમાન ખાનને ઇગ્નોર ? નવો વીડિયો જોયા પછી લોકોની બોલતી થઇ ગઇ બંધ

સલમાન ખાનને ટ્રોલ કરવાવાળાને આપ્યો કરાર જવાબ, રોનાલ્ડો સાથે એક્ટરનો વીડિયો જોઇ થઇ જશે બોલતી બંધ

શું સલમાન અને રોનાલ્ડોએ એકબીજાને કર્યા ઇગ્નોર ? આવું વિચારી રહ્યા છો તો પહેલા જોઇ લો વાયરલ ફોટો અને વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

હાલમાં થોડા દિવસ પહેલા જ સલમાન ખાન અને ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ફોટો અને વીડિયો ઘણા વાયરલ થયા હતા, જે જોયા પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે રોનાલ્ડોએ સલમાન ખાનને ઇગ્નોર કર્યો. સલમાનના ફેન્સ આને લઇને થોડા નારાજ હતા, પણ હવે બંનેનો નવો ફોટો સામે આવ્યો છે.

આ ફોટા જોઈને સલમાનના ફેન્સ ખુશ થઈ જશે. જે નવી તસવીર સામે આવી છે, તેમાં જોવા મળે છે કે સલમાન રોનાલ્ડો સાથે કંઈક વાત કરે છે અને રોનાલ્ડો હસે છે. બંને બોક્સિંગ રિંગ પાસે ઊભા છે. હવે આ ફોટો જોઈને ટ્રોલર્સની બોલતી બંધ થઇ છે. આ પહેલા જે વીડિયો અને ફોટા સામે આવ્યા હતા તેમાં સલમામ રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ બાજુ બેઠેલો જોવા મળ્યો હતો.

રોનાલ્ડો તેની ગર્લફ્રેન્ડની બાજુમાં બેઠો હતો, પરંતુ તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે રોનાલ્ડો સલમાનને ઇગ્નોર કરી આગળ વધે છે. આ પછી જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે રોનાલ્ડોએ સલમાનને ઇગ્નોર કરી અભિનેતાનું અપમાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં હતો જ્યાં તેણે ફૂટબોલ ઈવેન્ટમાં હાજરી આપી હતી. ફૂટબોલની દુનિયાનો બેતાબ રાજા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ને લઇને ઘણો ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ છે. આ ફિલ્મ દિવાળી પર 12 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina