હાથો મેં પૂજા કી થાલી, આઇ રાત સુહાગો વાલી…શિલ્પા શેટ્ટીથી લઇને મીરા કપૂર સુધી આ એક્ટ્રેસે મનાવી અનિલ કપૂરના ઘરે કરવાચોથ

શિલ્પા શેટ્ટી, મીરા રાજપૂતથી લઇ સોનમ કપૂર સુધી…અનિલ કપૂરના ઘરે એકઠી થયેલી હસીનાઓનો આવો હતો કરવા ચોથ લુક

કરવા ચોથ માટે સજી ધજી તૈયાર થઇ શિલ્પા શેટ્ટી સહિત આ એક્ટ્રેસ, અનિલ કપૂરના ઘરેથી નિહાર્યો ચાંદ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડની ઘણી હસીનાઓએ કરવા ચોથનું વ્રત રાખ્યુ હતુ અને આ માટે તેઓ અનિલ કપૂરના મુંબઈ સ્થિત ઘરે કરવા ચોથની પૂજા કરવા પહોંચ્યા હતા. પૂજા માટે એક્ટ્રેસ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી. શિલ્પા શેટ્ટી, નતાશા દલાલ, માના શેટ્ટી, મીરા કપૂર અને ગીતા બસરા સહિત કેટલીક એક્ટ્રેસ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરના ઘરે કરવા ચોથની પૂજામાં સામેલ થઇ હતી.

આ ખાસ અવસર પર અનિલ કપૂર પણ હાજર રહ્યા હતા અને પુત્રી સોનમ કપૂર પણ જોવા મળી હતી. અનિલ કપૂર સફેદ સિલ્ક કુર્તામાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા હતા, જ્યારે સોનમ કપૂરે ગુલાબી સાડી પહેરી હતી, ત્યાં શિલ્પા શેટ્ટી પણ અનિલ કપૂરના ઘરે કરવા ચોથની ઉજવણી કરવા પહોંચી હતી.

શિલ્પા શેટ્ટી અનિલ કપૂરના ઘરે પહોંચી કે તરત જ પેપરાજીઓએ તેની તસવીરો અને વીડિયો ક્લિક કરવાનું શરૂ કરી દીધુ હતુ. શિલ્પા ગુલાબી સાડીમાં અદ્ભુત લાગી રહી છે. આ સિવાય બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા પણ અનિલ કપૂરના ઘરે પહોંચી હતી. તેણે આ ખાસ અવસર પર લાલ રંગની સાડી પહેરી હતી, અને તેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ટ્રેડિશનલ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ પ્રસંગે સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા પણ પણ જોવા મળી હતી. કરવા ચોથની પૂજામાં ભાગ લેતા પહેલા દરેક એક્ટ્રેસે પેપરાજીને પોઝ આપ્યો હતો.

અભિનેત્રી આકાંક્ષા મલ્હોત્રા અને કૃષિકા કુલ્લા પણ અનિલ કપૂરના ઘરે કરવા ચોથની પૂજા કરવા પહોંચી હતી. આ દરમિયાન શિલ્પા શેટ્ટી અને આકાંક્ષા મલ્હોત્રા પણ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે શિલ્પા અને આકાંક્ષા એકબીજાના ઘણા સારા મિત્રો છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina