જુઓ વિડીયો: શ્રીકૃષ્ણની નગરી પહોંચી કંગના રનૌત, દર્શન પછી કહી દીધી મોટી વાત..
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આ દિવસોમાં તેની ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં છે. કંગના હાલમાં જ ગુજરાતના દ્વારકાધીશ મંદિરે પહોંચી હતી, જ્યાંથી તેણે પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. કંગનાએ શ્રી દ્વારકાધીશ મંદિરની મુલાકાતે ગયા બાદ તસવીરો પોસ્ટ કરતા લખ્યું, ‘કેટલાક દિવસોથી મારું મન ખૂબ જ પરેશાન હતું,
કંગના રનૌતે દ્વારકાધીશના શરણે ઝૂકાવ્યું શીશ
શ્રી કૃષ્ણની આ દિવ્ય નગરી દ્વારકા આવતાની સાથે જ અહીંની ધૂળ જોઈને એવું લાગ્યું કે જાણે મારી બધી ચિંતાઓ દૂર થઈ ગઇ. મારું મન સ્થિર થઈ ગયું અને મેં અપાર આનંદ અનુભવ્યો. હે દ્વારકાના નાથ, તમારા આશીર્વાદ બનાવી રાખો, હરે ક્રિષ્ના. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અભિનેત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહી તો તે ચોક્કસથી ચૂંટણી લડશે.
તસવીરો પોસ્ટ કરી કહી આવી વાત
કંગનાએ આ કહ્યા બાદ એવી અટકળો શરૂ થઈ છે કે ભાજપ અભિનેત્રીને 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવી શકે છે. આ પહેલા પણ ઘણા પ્રસંગોએ કંગના ભવિષ્યમાં ચૂંટણી લડવાના સંકેત આપી ચૂકી છે. જણાવી દઇએ કે, કંગના રનૌતની તેજસ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે.
તેજસ ફિલ્મ ન થઇ સફળ
આ ફિલ્મ થિયેટરોમાં દર્શકોને આકર્ષી શકી નથી. તેજસે પાંચ દિવસમાં લગભગ 5 કરોડ રૂપિયાની જ કમાણી કરી. વિવેચકોએ પણ ફિલ્મને સારો પ્રતિસાદ આપ્યો ન હતો.’તેજસ’ને સર્વેશ મેવાડા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. કંગના છેલ્લે ‘ચંદ્રમુખી 2’માં જોવા મળી હતી.
ઈમરજન્સીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં મળશે જોવા
‘ચંદ્રમુખી 2’ એ બ્લોકબસ્ટર હિટ તમિલ હોરર કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી’ની સિક્વલ છે, જેમાં રજનીકાંત અને જ્યોતિકા મુખ્ય ભૂમિકામાં હતા. કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સી છે, જેમાં તે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં