પાકિસ્તાનીઓના ફરી બગડ્યા બોલ, ક્યારેય નહિ સુધરે… આપણા શમીની સફળતાને ધર્મ સાથે જોડી, PM મોદી અને ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર, જુઓ

શ્રીલંકા સામે ભવ્ય જીત બાદ શમીના જશ્નને પચાવી નથી શકતું પાકિસ્તાન, સજદા કરવાને લઈને હવે ઓક્યું ઝેર, જુઓ

Mohammed shami success pakistani link religion : વર્લ્ડકપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ ખુબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે, અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં ભારત એકપણ મેચ નથી હાર્યું અને 7 મેચમાં જીત સાથે પોઇન્ટ ટેબલમાં પણ ટોપમાં પહોંચી ગયું છે. ભારતની બેટિંગ તો શાનદાર જોવા મળી, સાથે જ બોલિંગમાં પણ ભારતીય ફાસ્ટ બોલરોએ જબરદસ્ત પર્ફોમન્સ આપ્યું છે, તેમાં પણ છેલ્લી 3 મેચથી મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા મળી અને તેને તો તરખાટ મચાવી દીધો છે.

શમીએ બનાવ્યો રેકોર્ડ :

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે જોરદાર જીત નોંધાવી હતી. રોહિત બ્રિગેડે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું. ટૂઆ જીતમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મહત્વની ભૂમિકા ભજવી છે. શમીએ 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ લીધી હતી. શમીએ ટૂર્નામેન્ટમાં બીજી વખત પાંચ વિકેટ લીધી હતી. તેણે 3 મેચમાં 14 વિકેટ લીધી છે. આ સાથે તે વર્લ્ડ કપમાં ભારતનો સૌથી સફળ બોલર બની ગયો છે. શમીએ ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથનો 44-44 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો. શમીના નામે 45 વિકેટ છે.

પાકિસ્તાની પત્રકાર પચાવી ના શક્યા :

શમીએ શ્રીલંકા સામે પાંચ વિકેટ લઈને ખાસ ઉજવણી કરી હતી. કસુન રાજીથા શમીનો પાંચમો શિકાર બન્યો હતો. તે સ્લિપમાં ગિલના હાથે કેચ આઉટ થયો હતો. વિકેટ લીધા પછી શમી ઘૂંટણિયે જમીન પર બેસી ગયો અને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો. જોકે, પાકિસ્તાનના કેટલાક પત્રકારો આ વાત પચાવી શક્યા નથી. તેણે આરોપ લગાવ્યો કે શમી સજદા કરવા જઈ રહ્યો હતો, પરંતુ તેને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ભારત પર લગાવ્યા આરોપ :

પાકિસ્તાનના બિલાલ ખાને ટ્વિટર પર લખ્યું કે મોહમ્મદ શમીએ સજદા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને યાદ છે કે તે ભારતીય છે અને તેના માટે તેની ટીકા થશે. તે જ સમયે, અરફા ફિરોઝ ઝેકે લખ્યું, શમીને સજદા કરતા કેમ રોક્યા? હું શમી માટે દુઃખી છું. તેણે કટાક્ષમાં આગળ લખ્યું કે શમીએ ભારતની સાચી તસવીર રજૂ કરી છે. ભારતીય મુસ્લિમો તેમની આધ્યાત્મિક લાગણીઓ વ્યક્ત કરવા માંગે છે, પરંતુ તેઓ ભારતમાં હિન્દુત્વની માનસિકતાથી ડરે છે. આનું ઉદાહરણ છે ઈરફાન પઠાણ જે દરરોજ જોકર બનીને અને પાકિસ્તાન ક્રિકેટ ટીમની મજાક ઉડાવીને પોતાને એક વફાદાર ભારતીય સાબિત કરવાનો પ્રયાસ કરે છે. એક કડવું સત્ય પરંતુ શમીની સજદા કરવા માટે તાત્કાલિક અનિચ્છા એ ભારતમાં મુસ્લિમોની કેવી ગૂંગળામણ છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.

Niraj Patel