ભારતને તો મળી ગઈ સેમિફાઇનલની ટિકિટ, પરંતુ આપણા આ 2 પાડોશી દેશો કરશે બાકીના 3 સ્થાન માટે ધમપછાડા, જુઓ

શું કહે છે સેમી ફાઇનલનું ગણિત ? શું ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે મુકાબલો ? આ 6 ટીમો છે રેસમાં… જુઓ કેવો છે સિનારિયો

World Cup Semifinal Scenario : ભારતે શ્રીલંકાને 302 રને હરાવીને પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. સાત મેચમાં સાત જીત અને 14 પોઈન્ટ સાથે ભારત વર્લ્ડ કપની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતની આ જીત સાથે શ્રીલંકા વર્લ્ડ કપમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની જીત સાથે પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ છે. આ મોટી જીતથી ભારતને માત્ર બે પોઈન્ટ જ નથી મળ્યા. તેમજ ભારતના નેટ રન રેટમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સાઉથ આફ્રિકાને પાછળ છોડીને ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભારતની બાકીની બે મેચ માત્ર ઔપચારિક જ રહી ગઈ છે.

ભારત પહોંચ્યું સેમિફાઇનલમાં :

ભારત વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે ત્રણ જગ્યાઓ ખાલી છે અને સેમિફાઇનલમાં પહોંચવાનો દક્ષિણ આફ્રિકાનો દાવો અન્ય ટીમો કરતા વધુ મજબૂત છે. અત્યારે દક્ષિણ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 7 મેચમાં 6 જીતથી તેના 12 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાની બાકીની બે મેચ ભારત અને અફઘાનિસ્તાન સામે છે. જો સાઉથ આફ્રિકા એક પણ મેચ જીતે છે તો તે 14 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી જશે કારણ કે ત્યાર બાદ માત્ર ઓસ્ટ્રેલિયા સમાન 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે સાઉથ આફ્રિકા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ જશે.

આફ્રિકાનું ગણિત :

જો તે બંને મેચ હારી જાય છે તો મામલો નેટ રન રેટમાં અટવાઈ જશે અને તે કિસ્સામાં પણ દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પર ઉપર છે, જેઓ હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને છે. 14 એ સેમી ફાઇનલમાં પ્રવેશવા માટેનો જાદુઈ નંબર છે. જે ટીમ આ પોઈન્ટ હાંસલ કરશે તેને નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. ઓસ્ટ્રેલિયા અત્યારે 6 મેચમાં 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારત અને દક્ષિણ આફ્રિકા સિવાય હવે ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે જે મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

ઓસ્ટ્રેલિયાનું ગણિત :

ઓસ્ટ્રેલિયાની આગામી ત્રણ મેચ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે છે. જો ઓસ્ટ્રેલિયા આ ત્રણેય મેચ જીતે છે તો તેના 14 પોઈન્ટ થઈ જશે અને તે સીધી સેમીફાઈનલમાં પહોંચી જશે. પરંતુ, જો ઓસ્ટ્રેલિયા માત્ર બે મેચ જીતે તો તેના 12 પોઈન્ટ થઈ જશે અને પછી નેટ રન રેટમાં સમસ્યા આવી શકે છે. ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ 0.970 છે.  છેલ્લી ત્રણ મેચમાં હારના કારણે ન્યૂઝીલેન્ડની સેમિફાઈનલમાં પહોંચવાની આશાને થોડો આંચકો લાગ્યો છે. હાલ આ ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

ન્યુઝીલેન્ડનું ગણિત :

ન્યુઝીલેન્ડના 7 મેચમાં 8 પોઈન્ટ છે. કિવી ટીમે તેની આગામી બે મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકાનો સામનો કરવાનો છે. જો ન્યુઝીલેન્ડ આ બંને મેચ જીતે છે તો તેના 12 પોઈન્ટ થઈ જશે અને પછી સેમીફાઈનલ માટે તેનો દાવો પણ અકબંધ રહેશે. પરંતુ જો ન્યૂઝીલેન્ડની ટીમ શનિવારે પાકિસ્તાન સામે હારી જશે તો તે મહત્તમ 10 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. આવી સ્થિતિમાં તેના માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની જશે. અફઘાનિસ્તાન પાસે પણ 12 પોઈન્ટ સાથે લીગ સ્ટેજ સમાપ્ત કરવાની તક છે.

અફઘાનિસ્તાનનું ગણિત :

હાલમાં અફઘાનિસ્તાનના 6 મેચમાં 6 પોઈન્ટ છે. અફઘાનિસ્તાને તેની આગામી ત્રણ મેચ નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. જો અફઘાનિસ્તાન અપસેટ સર્જે છે અને ત્રણેય મેચ જીતી લે છે તો તેના 12 પોઈન્ટ થઈ જશે. જો કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જે પ્રકારના ફોર્મમાં છે તે જોતા અફઘાનિસ્તાન માટે તેમને હરાવવું આસાન નહીં હોય. હા, નેધરલેન્ડ સામે મોટી જીત સાથે, તેની સેમિફાઇનલની આશા ચોક્કસપણે  છે.

શું પાકિસ્તાન પહોંચી શકશે ? :

વર્લ્ડ કપમાં પાકિસ્તાનની બે મેચ બાકી છે. શનિવારે તેનો મુકાબલો ન્યુઝીલેન્ડ સાથે થવાનો છે અને પછી ઈંગ્લેન્ડ સાથે ટક્કર છે. જો પાકિસ્તાન સેમિફાઈનલની રેસમાં રહેવા ઈચ્છે છે તો તેણે કોઈપણ ભોગે ન્યુઝીલેન્ડને હરાવવું પડશે. તેના માટે આ મેચ ક્વાર્ટર ફાઈનલ જેવી છે. ટીમ 7 મેચમાં 6 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. પાકિસ્તાન સામે હાર્યા બાદ ન્યૂઝીલેન્ડ મહત્તમ 10 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે અને પાકિસ્તાન પણ બંને મેચ જીતીને આટલા પોઈન્ટ સુધી પહોંચી શકશે. આ સિવાય પાકિસ્તાને પણ પ્રાર્થના કરવી પડશે કે અફઘાનિસ્તાન તેની બે મેચ હારે.

Niraj Patel