અમદાવાદ : PM મોદી વોટ કરતા પહેલા આ વ્યક્તિને લાગ્યા પગે, જાણો કોણ છે કુર્તા-પાયજામા અને જેકેટ પહેરેલ આ વ્યક્તિ

મતદાન કરતાં પહેલા પીએમ મોદી આ વૃદ્ધને લાગ્યા પગે, જાણો કુર્તા-પાયજામા અને જેકેટ પહેરેલ આ વ્યક્તિ કોણ છે
અમદાવાદમાં મતદાન કરતા પહેલા PM મોદી કોને પગે લાગ્યા? જાણો કોણ છે આ વ્યક્તિ
પીએમ મોદી મતદાન પહેલા કોને પગે લાગ્યા? પ્રોટોકોલ તોડી દિવ્યાંગ યુવતીની વાત સાંભળી, તો વૃદ્ધ મહિલા સાથે બંધાવી રાખડી

દેશના 11 રાજ્યોની 93 બેઠકો પર આજે એટલે કે 7 મે મંગળવારે લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. તેમાં ગુજરાતની 25 બેઠકો પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં મતદાન કર્યું. સવારે 7 વાગે મતદાન શરૂ થયાના થોડા સમય બાદ પીએમ મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલ પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.

પીએમ મોદી જ્યારે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે તે સૌથી પહેલા એક વૃદ્ધ વ્યક્તિના પગે લાગ્યા હતા. ઘણા લોકો જાણવા માગે છે કે આ વ્યક્તિ કોણ છે. જણાવી દઇએ કે, અમિત શાહ સિવાય PM મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી મતદાન કેન્દ્ર પર હાજર હતા. પોલિંગ બૂથ પર પહોંચતા જ પીએમ મોદીએ તેમના ચરણ સ્પર્શ કર્યા. સફેદ કુર્તા-પાયજામા અને હાફ જેકેટમાં સોમાભાઇ પીએમની રાહ જોઈ રહ્યા હતા, આ દરમિયાન આજુબાજુ સુરક્ષાદળોનો ઘેરો હતો પણ કોઈએ તેમને રોક્યા નહિ.

જ્યારે પીએમ પગપાળા લોકોને શુભેચ્છા પાઠવતા તેમની પાસે પહોંચ્યા અને તેમણે પગે લાગી ભાઇની તબિયત વિશે પૂછ્યું. આ પછી બંને મતદાન મથકની અંદર ગયા. સોમભાઈ પીએમ મોદીના મોટા ભાઈ છે. તેઓ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્ત થયા છે. સોમાભાઈ પછી અમૃતભાઈ મોદી છે અને આ પછી પીએમ મોદીનો વારો આવે છે. PM મોદી પ્રહલાદ અને પંકજ કરતા મોટા છે.

જણાવી દઇએ કે, પીએમ અભિવાદન કરતા સમયે અચાનક પ્રોટોકોલ તોડી ભીડમાં ઉભેલ એક દિવ્યાંગને મળવા પહોંચ્યા હતા અને આ સમયે તેઓ ભાવુક થઇ ગયા હતા. આ ઉપરાંત એક વૃદ્ધાએ તેમના હાથે રાખડી પણ બાંધી હતી. ઉલ્લેખનીય છે કે, વોટ આપ્યા બાદ પીએમએ દેશવાસીઓને વધુમાં વધુ વોટ કરવા અપીલ કરી હતી.

Shah Jina