20 વર્ષ પહેલા રોડ અકસ્માત મૃત્યુ પામેલાની આત્મા લેવા તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા પરિજન- જુઓ પછી શું થયું

રાજસ્થાનના અલવરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હોસ્પિટલના મુખ્ય ગેટ પર તાંત્રિક વિધિ કરવામાં આવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 20 વર્ષ પહેલા મૃતક યુવકના પરિવારજનો તેની આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જેમણે કલાકો સુધી બેસીને તાંત્રિક વિધિ કરી હતી. મૃતકની આત્માની શાંતિ માટે ભીલવાડાથી ત્રણ વાહનોમાં આવેલા બે ડઝન લોકો આવ્યા હતા.

રીપોર્ટ્સ અનુસાર, યુવકનું 20 વર્ષ પહેલા રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેના આત્માની શાંતિ માટે પરિવારના સભ્યો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ માટે તેઓએ કલાકો સુધી બેસીને તાંત્રિક વિધિ કરી. આ ઘટના બપોરના 2 વાગ્યાની આસપાસ બની હતી આ પહેલા પણ હોસ્પિટલ પરિસરમાં આત્માથી છુટકારો મેળવવા અને આત્માની શાંતિ માટે તાંત્રિક વિધિઓ કરવામાં આવી ચુકી છે.

જેના પર હોસ્પિટલ પ્રશાસન યોગ્ય ધ્યાન નથી આપી રહ્યુ. પ્રાપ્ત માહિતી મુજબ, ભીલવાડા જિલ્લા મુખ્યાલયથી લગભગ 15 થી 20 કિલોમીટર દૂર રહેતા મૃતકના પરિવારજનો ત્રણ વાહનોમાં જિલ્લા હોસ્પિટલ બેહરોર પહોંચ્યા અને અંધશ્રદ્ધાની રમત રમી. જો કે વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ પ્રશાસન એક્શનમાં આવ્યું અને દોષિતો સામે કાર્યવાહી કરવાની વાત કરી.

Shah Jina