અદ્ભૂત…અવિસ્મરણીય…અપ્રતિમ…ઓસ્ટ્રેલિયા નહિ પણ ઇજાગ્રસ્ત મેક્સવેલથી હારી અફગાન ટીમ, મોંમાંથી છીનવી લીધી જીત, યાદગાર રહી 201 રનની ઐતિહાસિક પારી

ઓસ્ટ્રિલિયાનો સંકટમોચક મેક્સવેલ : બેવડી સદી ફટકારી ગ્લેન મેક્સવેલે બનાવ્યો રેકોર્ડ, વાનખેડેમાં મેક્સવેલનું ‘તાંડવ’, સદીઓ સુધી યાદ રાખવામાં આવશે ડબલ સેંચુરી

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલની અફગાન ટીમ સામે તુફાની પારી, સચિન પણ બોલ્યા- આવી બેટિંગ નથી જોઇ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Australia vs Afghanistan Match : ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર ૃઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે 7 નવેમ્બર મંગળવારે ODI વર્લ્ડ કપ 2023માં 201 રનની ઈનિંગ રમી હતી, જેને ઈતિહાસમાં ક્યારેય ભૂલવામાં નહીં આવે. તેણે તેની ODI કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી અને અફઘાનિસ્તાનના મોંમાંથી જીત છીનવી લીધી.

પરંતુ તેની ઇનિંગ્સ આસાન ન હતી. આ ઇનિંગ દરમિયાન મેક્સવેલે પીઠના દુખાવાની ફરિયાદ પણ કરી હતી. હેમસ્ટ્રિંગની ગંભીર ઈજા પણ થઈ હતી. પરંતુ મેક્સવેલે આખી મેચ રમી અને જોરદાર જુસ્સા સાથે પોતાની ટીમને મજબૂત જીત તરફ દોરી અને સેમિફાઇનલમાં પહોચાવી.

મેક્સવેલે 91 રનમાં 7 વિકેટ બાદ બાજી જ ફેરવી નાખી

એવું કહેવું ખોટું નહીં હોય કે તે મેક્સવેલ હતો જેણે ઓસ્ટ્રેલિયાને નહીં પણ અફઘાનિસ્તાન ટીમને એકલા હાથે હરાવ્યું. 292 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમ એક સમયે 91 રનમાં પોતાની 7 વિકેટ ગુમાવી ચૂકી હતી. અહીંથી ઓસ્ટ્રેલિયાના ચાહકોએ જીતની આશા છોડી દીધી હતી. અફઘાનિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં તો ઉજવણી પણ શરૂ થઈ ગઈ હતી. પરંતુ મેક્સવેલના મેદાનમાં ઉતર્યા બાદ આખી બાજી જ પલટાઇ ગઇ.

અફઘાનિસ્તાનને ઘણું મોંઘુ પડ્યું.

મેક્સવેલે તોફાની ઇનિંગ્સ રમીને અફઘાનિસ્તાનના મોંમાંથી જીત છીનવી લીધી. મેક્સવેલે કેપ્ટન સાથે મળીને 8મી વિકેટ માટે 170 બોલમાં 202 રનની અણનમ ભાગીદારી નોંધાવી. વન-ડે ઈન્ટરનેશનલમાં 7મી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી પણ સાબિત થઈ. મુંબઈમાં રમાયેલી આ મેચમાં અફઘાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 292 રનનો ટાર્ગેટ આપ્યો.

જવાબમાં 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટ ગુમાવીને મેચ જીતી. ટીમ માટે ગ્લેન મેક્સવેલે 128 બોલમાં 201 રનની અણનમ ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 10 છગ્ગા અને 21 ચોગ્ગા ફટકાર્યા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina