‘ટાઇટેનિક’ના કેપ્ટન અને ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ ફેેમ દિગ્ગજ અભિનેતાનું નિધન- ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધણધણી ઉઠી, જુઓ તસવીરો

‘ટાઈટેનિક’ અને ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ જેવી બ્લોકબસ્ટર અને એવોર્ડ વિજેતા ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા બર્નાર્ડ હિલનું નિધન થયું છે. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બર્નાર્ડ હિલના નિધનથી ચાહકો આઘાતમાં છે. અભિનેત્રી અને બર્નાર્ડ હિલની કો-સ્ટાર બારબરા ડિક્સને આ માહિતી આપી હતી.

અભિનેત્રીએ X પર બર્નાર્ડ હિલના નિધન વિશે માહિતી આપતી એક ભાવનાત્મક પોસ્ટ શેર કરતા લખ્યું, ‘બર્નાર્ડ હિલના નિધનની જાહેરાત ખૂબ જ દુઃખ સાથે કરું છું. અમે 1974માં વિલી રસેલના શો ‘જોન પોલ જોર્જ રિંગો ઔર બર્ટ’માં સાથે કામ કર્યું હતું. તે એક અદ્ભુત અભિનેતા હતા. તેમને મળવું અને તેમની સાથે કામ કરવું એ સન્માનની વાત હતી. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.

જણાવી દઇએ કે, બર્નાર્ડ હિલના નિધનનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ રીપોર્ટ અનુસાર, અભિનેતાના એજન્ટ લો કોલ્સને કંફર્મ કર્યુ છે કે તેમનું નિધન 5 મે રવિવારે સવારે થયું હતું. હિલને શનિવારે 4 મેના રોજ કોમિક કોન લિવરપૂલમાં સામેલ થવાનું હતુ, પણ છેલ્લી ઘડીએ તેને રદ કરવું પડ્યુ. ત્યારે બર્નાર્ડ હિલના નિધન બાદ દુખી ચાહકો સોશિયલ મીડિયા પર એક્ટરને યાદ કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

બર્નાર્ડ હિલને આજે પણ ફિલ્મ ‘ટાઈટેનિક’માં કેપ્ટન એડવર્ડ જે સ્મિથના રોલ માટે યાદ કરવામાં આવે છે. ફિલ્મો સિવાય તેમણે ટીવી સિરિયલ અને થિયેટરમાં પણ ઘણું કામ કર્યું હતું. ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’માં King Theodenની ભૂમિકા માટે તેમને ઘણી પ્રશંસા મળી હતી. તે એકમાત્ર એવા અભિનેતા હતા કે જેમણે 11 ઓસ્કાર એવોર્ડ જીતનાર બે ફિલ્મો- ‘ટાઈટેનિક’ અને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’નો ભાગ હતા.

Shah Jina