મહારાષ્ટ્રના પુણેમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા 11 વર્ષના બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. એવા અહેવાલ છે કે ક્રિકેટ રમતી વખતે બાળકને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યો અને આ પછી તે જમીન પર પડી ગયો. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે, ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
રીપોર્ટ્સ અનુસાર, પુણેના લોહેગાંવમાં 4 છોકરાઓ ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન શૌર્ય ઉર્ફે શંભુ કાલિદાસ ખાંડવે નામનો છોકરો બોલિંગ કરી રહ્યો હતો. બેટ્સમેને શોટ મારતાની સાથે બોલ શૌર્યના પ્રાઈવેટ પાર્ટ પર જોરથી વાગ્યો. બોલ વાગતાની સાથે જ શોર્ટ જમીન પર પડ્યો અને થોડી વાર પછી તેણે ઊભો થઇ ચાલવાનો પ્રયત્ન પણ કર્યો.
પરંતુ પીડા અસહ્ય થવાને કારણે તે ફરીથી જમીન પર પડી ગયો. નજીકના છોકરાઓએ શૌર્યને ફરીથી ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો. તેની તબિયત બગડતાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. પુણેમાં બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ રમતગમત સંબંધિત તમામ સુરક્ષા પ્રોટોકોલ તરફ ધ્યાન દોર્યું છે.
ક્યાંય પણ ક્રિકેટ રમતા હોય આવા બનાવોને અવગણવા માટે ખેલાડીઓ એબ્ડોમિનલ ગાર્ડ્સનો ઉપયોગ કરે. આ એક ખાસ પ્રકારનું ડિઝાઇન કરેલ અન્ડરગાર્મેન્ટ છે જેને જોકસ્ટ્રેપ કહેવામાં આવે છે. તે ખેલાડીઓના પ્રાઈવેટ પાર્ટની સુરક્ષા માટે પહેરવામાં આવે છે.
11- years old boy dies after cricket ball hits his private part in pune. Shaurya was bowling when the batter hit the ball directly towards him and struck on his private parts and soon he collapsed on the ground. He was rushed to a hospital where he was declared dead by doctors.💔 pic.twitter.com/TQOJjmGWCS
— Vipin Tiwari (@Vipintiwari952_) May 6, 2024