વાહ વાહ, 3 લાખ ખર્ચી યુવતિ અમેરિકાથી મતદાન કરવા આવી ગુજરાત, પોલિંગ બુથ પર થયુ સ્વાગત- જાણો સમગ્ર મામલો

આજે એટલે કે 7 મેના રોજ લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. અનેક પોલિંગ બુથ પર કાળઝાળ ગરમી વચ્ચે પણ વોટિંગ માટે લાંબી લાઇનો લાગી છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વોટ આપી રહ્યા છે.

ત્યારે મૂળ ડીસાની અને અમેરિકામાં રહેતી એક યુવતી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અમેરિકાથી ડીસા આવી પહોંચી હતી અને તેણે પોલિંગ બુથ પર જઇ વોટ આપ્યો હતો. આ યુવતિનું પોલિંગ બુથ પર સ્વાગત પણ કરાયુ હતુ. આ યુવતિનો એક વીડિયો સામે આવ્યો છે જે ઝી ન્યુઝ ગુજરાતી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

પત્રકાર તે યુવતિને પૂછે છે કે તમે કઇ કન્ટ્રીમાંથી આવી રહ્યા છો તો જવાબમાં યુવતિ કહે છે કે USથી. જ્યારે પત્રકારે પૂછ્યુ કે ત્યાંથી અહીં આવવામાં કેટલો ખર્ચો થયો તો યુવતિએ કહ્યુ- રિટર્ન ટિકિટ સાથે અરાઉન્ડ 3 લાખ. જ્યારે યુવતિને વોટિંગ કરવા આવવાનો હેતુ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યુ- વોટ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, દરેકે દરેક સિટીજન માટે. તો મતદાન કરવું જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Shah Jina