વિદેશની ધરતી પર વધુ એક ભારતીયનું મોત ! ઓસ્ટ્રેલિયામાં અંદરોઅંદર ઉલજાયા ભારતીય વિદ્યાર્થીઓ, બે ભાઇઓએ મળી યુવકને કરી હત્યા

જમીન વેચી અભ્યાસ કરવા મોકલ્યો હતો ઓસ્ટ્રેલિયા, ઝઘડા દરમિયાન ચાકુ મારી ભારતીય વિદ્યાર્થીની કરાઇ હત્યા

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા : મિત્રોએ માર્યુ ચાકુ, પરિવારે મૃતદેહ ભારત લાવવાની કરી માગ

ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હોવાની ખબર છે. આ ઘટના ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈ દરમિયાન થઈ હતી. મૃતક યુવક 22 વર્ષનો હતો અને તે એમટેકનો વિદ્યાર્થી હતો. ત્યારે યુવકના મોત બાદ ચંદીગઢ સ્થિત તેના ઘરે શોકનો માહોલ છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તે જુલાઈમાં રજાઓ દરમિયાન ઘરે આવવા માંગતો હતો.

22 વર્ષીય નવજીત હરિયાણાના કરનાલનો રહેવાસી હતો, નવજીતના કાકા યશવીરના જણાવ્યા અનુસાર તે 5 મેની રાત્રે તેના મિત્રને મળવા ગયો હતો. સ્થાનિક સમય અનુસાર રાત્રે 9 વાગ્યે તેના મિત્રના રૂમમાં પહોંચ્યો. તેણે જોયું કે મિત્રો રૂમના ભાડાને લઈને અંદરોઅંદર લડી રહ્યા હતા. જ્યારે નવજીતે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મિત્રએ તેની છાતી પર ચાકુ વડે હુમલો કર્યો.

નવજીતને છરી માર્યા બાદ એક મિત્રએ તેની મદદ કરી અને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ પહોંચ્યો. જો કે તેનું મોત થઇ ગયુ. પોલીસે આ કેસમાં બે લોકોની તસવીરો જાહેર કરી છે. જેમાં અભિજીત અને રોબિન ગાર્ટનની શોધ ચાલી રહી છે. અભિજીત 26 વર્ષનો છે અને ગાર્ટન 27 વર્ષનો. નવજીતની કૉલેજ અનુસાર, તે અભ્યાસમાં હોશિયાર હતો.

નવજીતના કાકાએ કહ્યું કે તેના પિતાએ તેના અભ્યાસ માટે અડધો એકર જમીન વેચી દીધી હતી. તે જુલાઈમાં તેના પરિવારને મળવા આવવાનો હતો. આ ઉપરાંત નવજીત દોઢ વર્ષથી વર્ક વિઝા પર ઓસ્ટ્રેલિયામાં હતો. દીકરાના મોત બાદ પરિવારજનોએ ભારત સરકારને નવજીતનો મૃતદેહ લાવવાની અપીલ કરી હતી.

Shah Jina