મોહમ્મદ શામીના પ્રેમમાં દીવાની થઇ આ ખૂબસુરત હસીના, ખુલ્લેઆમ જાહેર કરી મનની વાત

મોહમ્મદ શામીની બોલિંગ જોઇ દિલ હારી બેઠી આ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર ક્રિકેટર માટે લખ્યો આ મેસેજ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. અત્યાર સુધી ભારત વર્લ્ડ કપમાં એકપણ મેચ હાર્યું નથી. આવી સ્થિતિમાં ઘણા ક્રિકેટ પ્રેમીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ કપ જીતી શકે છે. ભારતની છેલ્લી મેચ ગઇકાલે શ્રીલંકા સાથે હતી. આ મેચમાં ભારતે ઐતિહાસિક જીત હાંસલ કરી.

મોહમ્મદ શમીની બોલિંગની કરી પ્રશંસા 

આ મેચમાં મોહમ્મદ શમીની બોલિંગે ભારતને જીત અપાવવામાં ઘણી મદદ કરી હતી. માત્ર ક્રિકેટ પ્રેમીઓ જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર્સ પણ તેની બોલિંગના દિવાના બની ગયા હતા. હાલમાં જ અફઘાન અભિનેત્રીએ પણ મોહમ્મદ શમીની બોલિંગની પ્રશંસા કરી છે. આ અભિનેત્રીનું નામ વજમા આયુબી છે. વજમા આયુબી ટીમ ઈન્ડિયાની ફેન છે.

ભારત-શ્રીલંકા વચ્ચેની મેચમાં શામીએ લીધી 5 વિકેટ

તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ક્રિકેટ ટીમ માટે પોસ્ટ કરતી રહે છે. ભારત-શ્રીલંકા વચ્ચેની મેચમાં શામીએ 5 વિકેટ લીધી હતી, જ્યારે આ પહેલા ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં પણ મોહમ્મદ શમીએ આક્રમક બોલિંગ કરી હતી. જે બાદ વજમા આયુબીએ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતી પોસ્ટ શેર કરી છે.

‘તે મેદાનનો માલિક છે, શું શાનદાર ખેલાડી છે’

તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર મોહમ્મદ શમીની તસવીર શેર કરી અને લખ્યું, ‘તે મેદાનનો માલિક છે. શું શાનદાર ખેલાડી છે’. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ હાલ ચાલી રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રમાયેલી બધી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને ભારતની પહેલી એવી ટીમ છે જેણે સેમિ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina