શુભમન ગિલ અને સારા તેંદુલકર સાથે થયા સ્પોટ, કેમેરો જોતા જ કરી દીધી એવી હરકત
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ભારતીય ક્રિકેટ ટીમના ફેમસ પ્લેયર શુભમન ગિલ આ દિવસોમાં પોતાના રિલેશનને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી શુભમન ગિલનું નામ સચિન તેંદુલકરની દીકરી સારા સાથે જોડાઈ રહ્યું છે, પરંતુ બંનેમાંથી કોઇએ પણ ક્યારેય તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. હવે આ રૂમર્ડ કપલનો એક વીડિયો સામે આવ્યો છે, જેના પછી ચાહકોને ખાતરી થઈ ગઈ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
સારા તેંદુલકર અને શુભમન ગિલ દેખાયા એકસાથે
હાલમાં જ મુંબઈમાં લક્ઝરી મોલ Jio World Plazaનું ઓપનિંગ થયુ હતુ અને આ લોન્ચિંગ ઈવેન્ટમાં બોલિવૂડ જગતના ઘણા સેલિબ્રિટીઓ સહિત ઘણા ક્રિકેટરોએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન શુભમન ગિલ પણ જોવા મળ્યો હતો, જ્યાં તે સારા તેંદુલકર સાથે સ્પોટ થયો હતો. બંનેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સારાએ રેડ ફ્લોર લેન્થ ગાઉન પહેર્યું છે, જ્યારે શુભમન ગિલ ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહ્યો છે.
પેપરાજીને જોઇ આવી રીતે મારી પલટી
વીડિયોમાં સારા અને શુભમન ઈવેન્ટમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે, પરંતુ બહાર ઉભેલા પેપરાજીને જોતા જ બંને અલગ થઈ ગયા. જો કે, બંને પોતાના સંબંધોને છુપાવવાની કેટલી પણ કોશિશ કરે છે, પણ તેમના ચાહકો હંમેશા તેમને પકડી જ લે છે. ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ફરી એકવાર અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક તો છે.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં