આ ભાઈએ બનાવી દુનિયાની સૌથી ઊંચી મોટર સાઇકલ, આવિષ્કાર જોઈને તો તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

જમીનથી 10 ફૂટ ઊંચી ચાલે એવી બાઈક બનાવી આ ભાઈએ… દેશી જુગાડ જોઈને તો લોકોના પણ ઉડી ગયા હોશ, જુઓ તમે પણ

Man Made Unique Bike From Jugaad : આપણા દેશમાં લોકો અનેક પ્રકારના જુગાડ કરતા જોવા મળે છે અને ભારતીય જુગાડ દુનિયાભરમાં ખુબ જ પ્રચલિત પણ છે. તેમાં પણ લોકો બાઈક અને કાર સાથે ઘણીવાર એવા જુગાડ કરતા હોય છે કે તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ઘણા લોકોને તમે આવા જુગાડી વાહનો લઈને રસ્તા પર જતા જોયા હશે. આવા વાહનોને રસ્તા પર જોઈને લોકો પણ હક્કાબક્કા રહી જાય. ત્યારે હાલ એક વ્યક્તિએ દુનિયાની સૌથી ઊંચી બાઈક બનાવી હોવાનો દાવો કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

દુનિયાની સૌથી ઊંચી બાઈક :

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિએ ઘણી મહેનતથી એક વિચિત્ર બાઇક તૈયાર કરી છે, જેને જોઈને તમે ચોક્કસથી ચોંકી જશો. જો જોવામાં આવે તો ઘણા લોકોની પ્રતિભા એટલી અલગ હોય છે કે સામાન્ય માણસ જ નહીં પરંતુ મોટા એન્જિનિયરો પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આવા જ એક જુગાડનો એક વીડિયો આજકાલ હેડલાઇન્સમાં છે, જેમાં એક વ્યક્તિ દુનિયાની સૌથી ઊંચી બાઇક પર સવારી કરતો જોવા મળી રહ્યો છે, જે જમીન પર નહીં પરંતુ હવામાં દોડી રહી છે.

લોખંડના સપોર્ટ પર બનાવી બાઈક :

વીડિયો જોનારા કેટલાક યુઝર્સનું કહેવું છે કે કેટલાક લોકો ટેલેન્ટના નામે કંઈ પણ કરી રહ્યા છે, જેનો કોઈ અર્થ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ બાઇક પર સવારીની મજા લેતો જોવા મળે છે. વીડિયો જોઈને સમજી શકાય છે કે આ અનોખી બાઈક લોખંડના બનેલા સપોર્ટ પર છે. હવે તે સુરક્ષિત છે કે નહીં તે જોઈને જ સમજી શકાય છે. હા, પણ જો ભૂલથી કંઇક થઇ જાય તો ખતરનાક દુર્ઘટના થવાની ખાતરી છે.

લોકોએ કરી આવી કોમેન્ટ :

આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોતી વખતે, કેટલાક લોકો માણસના જોરદાર જુગાડના વખાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો મજા કરી રહ્યા છે અને વીડિયો વિશે ચેટિંગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘લોકો મરવાના નવા રસ્તા શોધવા લાગ્યા છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘યાર, તેં શું બાઇક બનાવી છે.’

Niraj Patel