આ મહિલાનો એક નાનો એવો ડાયલોગ સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે ટ્રેન્ડ્ર, રણવીરથી લઈને દીપિકા સુધી બધા જ બનાવી ચુક્યા છે રીલ, જુઓ કોણ છે તે

“સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ અ વાવ” બોલીને રાતો રાત ફેમસ થઇ જનારી આ મહિલા કોણ છે ? જેના સેલેબ્રિટીઓ પણ બની ગયા દીવાના, જુઓ

Just Looking Like A Wow Trend : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં કઈ વસ્તુ ક્યારે વાયરલ થઇ જાય તે કોઈ નથી જાણતું, તમે ઘણા એવા ડાયલોગ અને ડાન્સ વીડિયો જોયા હશે જે રાતો રાત વાયરલ થઇ જતા હોય છે અને સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ તેના પર વીડિયો બનાવતા હોય છે. ત્યારે હાલ પણ એક એવો જ ડાયલોગ વાયરલ થઇ રહ્યો છે, જેના પર બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણથી લઈને રણવીર અને નિક જોનાસ પણ આ ડાયલોગ પર રીલ બનાવતા જોવા મળ્યા.

સેલેબ્રિટીઓ બનાવે છે વીડિયો :

હાલમાં તમે ઇન્સ્ટાગ્રામ ખોલશો અને રીલ સ્ક્રોલ કરતા હશો ત્યારે એક ડાયલોગ વાળી રીલ તમને જરૂર સાંભળવા મળશે. “સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ અ વાવ”. ઘણા લોકો આના પર રીલ પણ બનાવી હશે. સામાન્ય માણસ હોય કે સેલેબ્રીટી આ ડાયલોગને કોપી કરીને રીલ બનાવતા જોવા મળે છે.  આ જ કારણથી સોશિયલ મીડિયા પર લોકો જાણવા માંગે છે કે “સો બ્યુટીફૂલ.. સો એલિગન્ટ” કહેનાર મહિલા કોણ છે? જેણે દરેકને પોતાના ફેન બનાવી લીધા છે.

જાસ્મિને બનાવ્યો વીડિયો :

@camophilic_ggp93 નામના એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને મહિલાને રોસ્ટ કરવામાં આવી છે. યુઝર રમૂજી રીતે સંવાદ બદલે છે અને કહે છે – અને દરરોજ સવારે ચા સાથે મસ્કા પાવ ખાઓ. તમને જણાવી દઈએ કે આ વાયરલ ડાયલોગ બોલનાર મહિલાનું નામ જસ્મીન કૌર છે. તે ડિઝાઇન મશીન નામનું બુટિક ચલાવે છે, તેની દુકાન દિલ્હીના ફતેહ નગરમાં છે. જાસ્મીનનું એક ઈન્સ્ટાગ્રામ પેજ છે જેના 601k ફોલોઅર્સ છે. તે તેના બુટિકમાં મહિલાઓના યુનિક ડિઝાઇન અને રંગોના પોશાક પહેરે છે.

 

View this post on Instagram

 

A post shared by -ℝ ℙ (@camophilic_ggp93)

દીકરી સાથે બોલી હતી ડાયલોગ :

ખાસ વાત એ છે કે જાસ્મિન દરેક પોશાકના રંગને એક અનોખા નામથી વ્યાખ્યાયિત કરે છે. જેમ કે લાડુ પીળો કલર, માઉસ કલર, રેમ લીલો કલર, ચેરી મહેબુબ કલર વગેરે.. વગેરે. દરરોજની જેમ, જાસ્મીને તેની દીકરી સાથે આઉટફિટ પર એક વીડિયો બનાવ્યો. તેણીના બુટીકના સૂટને પ્રમોટ કરતી વખતે, તેણીએ કહ્યું – “સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ અ વાવ” પછી આ ડાયલોગ થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. સામાન્ય લોકો, ટીવી, બોલિવૂડ સેલેબ્સ અને ક્રિકેટરો જાસ્મિનના ડાયલોગ્સથી પ્રભાવિત થયા છે.

Niraj Patel