કોણ છે પહેલીવાર ‘Just Looking Like A Wow’ બોલવાવાળી જેસ્મીન, ઇન્ટરનેટ પર મચાવી રહી છે સનસની

‘Just Looking Like A Wow…’ કોણ છે જેસ્મિન કૌર જેના ડાયલોગની છે દુનિયા દીવાની

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Just Looking Like A Wow woman : સોશિયલ મીડિયા પર આ સમયે ‘Just Looking Like A Wow’ ટ્રેંડ ઘણો ચર્ચામાં છે, જેને જુઓ એ આના પર વીડિયો બનાવી રહ્યા છે. બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણથી લઇને સામાન્ય લોકો પણ આ ટ્રેંડનો હિસ્સો બની રહ્યા છે. આના પર ઘણા મીમ્સ પણ બની રહ્યા છે, પણ શું તમને ખબર છે કે સૌથી પહેલા આ શબ્દ કોણે કહ્યા હતા ?

‘Just Looking Like A Wow’

આની પાછળનો ચહેરો છે જેસ્મીન કૌર. જૈસ્મિન દિલ્હીની રહેવાસી છે અને તે જ એવી પહેલી વ્યક્તિ છે જેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા તેના એક વીડિયોમાં ‘Just Looking Like A Wow ‘ કહ્યું હતુ. આ પછી આ ડાયલોગ વાયરલ થયો. જેસ્મીન પોતાનું બુટિક ચલાવે છે. તે દરરોજ તેના કપડાના કલેક્શનના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

કોણ છે જેસ્મિન કૌર

તેના વીડિયો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જોવા પણ મળે છે. આ ઉપરાંત તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન પણ કરે છે. એક દિવસ તે તેના બુટિક કલેક્શનમાંથી ટ્રેડિશનલ આઉટફિટ્સ બતાવી રહી હતી. તેણે કપડાના વખાણ કરતાં એ ડાયલોગ બોલેલો અને આ પછી તેનો ડાયલોગ એટલો વાયરલ થયો કે સામાન્ય લોકોની સાથે સાથે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ વીડિયો બનાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by -ℝ ℙ (@camophilic_ggp93)

દીકરી સાથે મળી ચલાવે છે બુટિક

જેસ્મીન કૌર તેની પુત્રી સાથે બુટિકનો બિઝનેસ ચલાવી રહી છે. તેનો આ ડાયલોગ વાયરલ થયા બાદ તેણે કહ્યું, ‘મને ખૂબ સારું લાગે છે, તેનો કોઈ અંત નથી.’

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina
error: Unable To Copy Protected Content!