શરૂ થયા આમિર ખાનની દીકરીના પ્રી-વેડિંગ ફંક્શન, મહારાષ્ટ્રીયન લુકમાં નજર આવી આઇરા- પણ ના જોવા મળ્યો આમિર ખાન

આમિર ખાનની દીકરી આઇરા અને નૂપુરના પ્રી વેડિંગ ફંક્શન શરૂ, કેલવન સેરેમનીમાં મહારાષ્ટ્રીયન લુકમાં જોવા મળી એક્ટરની લાડલી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Ira Khan Wedding Function: બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી આઇરા ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તેણે ગયા વર્ષે બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી. આ સેરેમનીની તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી, જે બાદથી ચાહકો બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

શરૂ થયા આમિર ખાનની દીકરીના પ્રી-વેડિંગ ફંક્શન

ત્યારે હવે આ કપલના પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત થઇ ગઇ છે અને આવતા વર્ષે 3 જાન્યુઆરી 2024ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાશે. આઇરા ખાને કેલવન સેરેમનીની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આમાં તે પોતાના પતિ પર પ્રેમ વરસાવતી પણ જોવા મળે છે. આઇરા ખાને કેલવન સેરેમનીની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

થવાવાળા પતિ પર પ્રેમ લૂંટાવતી જોવા મળી આમિર ખાનની દીકરી

સોશિયલ મીડિયા પર સામે આવેલ તસવીરો અને વીડિયોમાં નૂપુર અને આઇરાની અદભૂત બોન્ડિંગ અને કેમિસ્ટ્રી જોઈ શકાય છે. કેલવન સેરેમની નૂપુર અને આઇરાના લગ્ન પહેલાના તહેવારોની શરૂઆત દર્શાવે છે. આ સેરેમની અનુસાર વર-કન્યાના પરિવારજનો એકબીજાને આમંત્રણ આપે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે આઇરા મરાઠી લુકમાં જોવા મળી રહી છે.

મહારાષ્ટ્રીયન લુકમાં નજર આવી આઇરા

જ્યારે તેનો ભાવિ પતિ નુપુર પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યો છે. તસવીરોમાં આઇરાની માતા અને આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા, નૂપુરની માતા, આમિરની ભત્રીજી અને આઇરાની અભિનેત્રી મિત્ર મિથિલા પણ જોવા મળી રહ્યા છે, પણ આ સેરેમનીમાં ક્યાંક આમિર ખાન જોવા મળ્યો નહોતો.

આમિર ખાન દીકરીની કેલવન સેરેમીનમાં ના થયા સામેલ

આ ઉપરાંત આઇરાએ તસવીરો સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે મરાઠીમાં કહે છે, ‘મને મરાઠી આવડતું નથી પણ હું ક્યારેય પોપાય (નુપુરનું હુલામણું નામ) ને ના નથી કહેતી…’ જણાવી દઈએ કે, આમિર ખાને થોડા દિવસો પહેલા આઇરાના લગ્નની તારીખ જાહેર કરી હતી. તેણે કહ્યું હતું કે તેની લાડલીના લગ્ન 3 જાન્યુઆરીએ છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina