રશ્મિકા મંદાના બાદ હવે કેટરીના કૈફ પણ ડીપફેકના શિકંજામાં ફસાઇ, ટાઇગર-3ના સીનમાં ટોવેલની જગ્યાએ એક્ટ્રેસને પહેરાવી દીધા શર્મનાક કપડા

અરરર, કેટરીના કૈફ પણ બની AI Deepfakeનો શિકાર, ટોવેલની જગ્યાએ એક્ટ્રેસને પહેરાવી દીધા કપડા, શરમ આયી જશે તમને

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Katrina Kaif Deepfake Photo: સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ પણ ડીપફેકના શિકંજામાં ફસાઈ છે. ડીપફેક ટેક્નોલોજીની મદદથી કોઈએ તેની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર 3’ના ‘ટોવેલ સીન’માં ટોવેલને બદલે શરમજનક કપડા પહેરાવી દીધા છે.

હવે કેટરીના કૈફ પણ બની AI Deepfakeનો શિકાર

હવે એક્ટ્રેસની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હોબાળો મચી ગયો છે. ‘ટાઈગર 3’ના ટ્રેલરમાં કેટરિના કૈફની ટોવેલ ફાઈટને દર્શકોએ ઘણી પસંદ કરી છે. આ સીનમાં કેટરીના ખૂબ જ શાનદાર એક્શન મોડમાં જોવા મળી હતી. તે ખૂબ આરામથી ટોવેલમાં એક્શન સીન કરતી જોવા મળી હતી.

ટોવેલની જગ્યાએ એક્ટ્રેસને પહેરાવી દીધા શર્મનાક કપડા

જો કે, હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર ટોવેલ ફાઇટ સીનના શૂટ પાછળનો એક ફોટો પોસ્ટ કર્યો હતો જે હવે મોર્ફ કરવામાં આવ્યો છે. ‘ટાઇગર 3’ના ‘ટોવેલ સીન’માંથી કેટરિના કૈફનો ડીપફેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેટરીના પહેલા પણ રશ્મિકા મંદાના થઇ ચૂકી છે શિકાર

તેમાં, કેટરિના સફેદ ડીપ પ્લંગિંગ નેકલાઇન ટોપ પહેરેલી જોવા મળી રહી છે અને આમાં તેના ક્લીવેજ પણ ઘણા ઊંડા દેખાડવામાં આવ્યા છે. જ્યારે કેટરીનાએ જે ફોટો પોસ્ટ કર્યો હતો તેમાં તેણે એક ટુવાલ પહેર્યો હતો અને તેની નેકલાઇન પણ સંપૂર્ણ રીતે ઢંકાયેલી હતી.

જણાવી દઈએ કે કેટરીના પહેલા રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક્ટ્રેસ રિવીલિંગ ડ્રેસમાં લિફ્ટમાં જોવા મળી હતી. વાસ્તવમાં આ વીડિયો બ્રિટિશ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝારા પટેલનો હતો અને તેમાં રશ્મિકાના ચહેરાને મોર્ફ કરવામાં આવ્યો હતો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina