એશ્વર્યાએ સલમાનને લગાવ્યો ગળે ? વર્ષો બાદ દીવાળી પાર્ટીમાં દૂર થયા મતભેદો ? જાણો શું છે આખો મામલો

મનીષ મલ્હોત્રાની દીવાળી પાર્ટીમાં નજીક આવ્યા સલમાન-એશ્વર્યા ? જાણો વાયરલ ફોટો-વીડિયોની હકિકત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

મનીષ મલ્હોત્રાએ થોડા દિવસો પહેલા પોતાના બાંદ્રા સ્થિત ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવાળી પાર્ટીમાં સલમાન ખાન, કિયારા અડવાણી- સિદ્રાર્થ, ઐશ્વર્યા રાય બચ્ચન, આમિર ખાન અને કરીના કપૂર ખાન સહિત નીતા અંબાણી અને ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. હંમેશાની જેમ આ પાર્ટીમાં સલમાન ખાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે ટી-શર્ટ સાથે કાર્ગો પેન્ટ પહેર્યું હતુ.

મનીષ મલ્હોત્રાની દીવાળી પાર્ટીમાં નજીક આવ્યા સલમાન-એશ્વર્યા ?

જો કે, આ દિવાળી પાર્ટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પછી દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ખાન આ વીડિયોમાં ઐશ્વર્યા રાય બચ્ચનને ગળે લગાવી રહ્યો છે. જો કે, આ વાયરલ વીડિયોની હકિકત સામે આવી ગઇ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો અને વીડિયો વાયરલ થયો હતો, જેમાં સલમાન ખાન મનીષ મલ્હોત્રાના ઘરની બહાર કોઈને ગળે લગાવતો જોવા મળે છે.

સલમાન-ઐશ્વર્યાના મતભેદો થયા દૂર?

જોકે, વીડિયોમાં ચહેરો દેખાતો નહોતો. સલમાન જે મહિલાને ગળે લગાવી રહ્યો છે તેણે ઐશ્વર્યા રાયની જેમ લાલ રંગનો આઉટફિટ પહેર્યો હતો અને તે બાદ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકો દાવો કરવા લાગ્યા કે આ વીડિયોમાં ઐશ્વર્યા રાય બચ્ચન સલમાનની સાથે છે. જણાવી દઈએ કે આ વીડિયોમાં દેખાતી મહિલા એશ્વર્યા રાય બચ્ચન નથી.

વર્ષો બાદ દીવાળી પાર્ટીમાં દૂર થયા મતભેદો ?

જો રિપોર્ટ્સનું માનીએ તો, સલમાન ખાન પાર્ટીમાં જોડાય તે પહેલા જ તેણે મનીષ મલ્હોત્રાની પાર્ટી છોડી દીધી હતી. ટાઈગર 3 એક્ટર સલમાન ખાન સાથે આ ફોટોમાં દેખાતી મહિલા સૂરજ પંચોલીની બહેન સના પંચોલી છે, જેને સલમાન મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ગળે મળીને શુભેચ્છા પાઠવી રહ્યો છે. તેણે પણ આ પાર્ટીમાં ઐશ્વર્યા જેવો જ લાલ સૂટ પહેર્યો હતો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina